નવી દિલ્હીઃ સોમવારે ઘટેલા અનઅપેક્ષિત ઘટનાક્રમમાં કર્ણાટકના હાલના મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, બીએસ યેદિયુરપ્પા અને ભારતીય જનતા પાર્ટીને છ પેઇઝની કાયદાકિય નોટિસ મોકલી છે. જાણવા મળી રહ્યું છે કે સિદ્ધારમૈયા ભાજપના નેતાઓ દ્વારા ચૂંટણી ભાષણ દરમિયાન કોંગ્રેસ સરકાર પર લગાવેલા આરોપોથી ખૂબ નારાજ છે. આ નોટિસમાં ભાજપના રાજ્યમાં ચૂંટણી જાહેરાતનો હવાલો આપવામાં આવ્યો છે. સિદ્ધારમૈયાનો આરોપ છે કે ચૂંટણીમાં ફાયદા માટે તેના પર જૂઠ્ઠા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે પણ પૂછ્યો સવાલ 
તમને જણાવી દઈએ કે કર્ણાટકના ગડકમાં એક રેલીને સંબોધિત કરતા અમિત શાહે સોમવારે કહ્યું કે, સિદ્ધારમૈયા સરકાર ભ્રષ્ટાચારનો પર્યાય છે. સિદ્ધારમૈયાને 10 ટકા કમિશનવાળી સરકારના રૂપમાં ઓળખવામાં આવે છે. શાહે સિદ્ધારમૈયાની ઘડિયાળ પર નિશાન સાધતા કહ્યું કે, તે 40 લાખની ઘડિયાળ પહેરે છે. તેનાથી ખ્યાલ આવે છે કે તે કેટલા ભ્રષ્ટ  છે. સિદ્ધારમૈયા જણાવે કે, 40 લાખની ઘડિયાળ કોણે આપી છે. આ ઘડિયાણ કોણે આપી કેમ આપી. 



સંબિત પાત્રાએ કર્યો હતો ખુલાસો
ભાજપ તરફથી સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ભાજપનો આરોપ હતો કે ચીનમાં સિદ્ઘારમૈયાએ વિજય ઈશ્વરન નામના તે કારોબારીની મુલાકાત કરી હતી જેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો જેના પર લાખો લોકો સાથે ઠગાઈ કરવાનો આરોપ છે. તે સિવાય સિદ્ધારમૈયાને પૂછવામાં આવ્યું કે તે જે ઘડિયાળ પહેરે છે તે તેજ કારોબારી દ્વારા ગિફ્ટમાં મળી હતી? ભાજપનો આરોપ છે કે વિજય ઈશ્વરન ચિટફંડ કંપની ચલાવતો હતો અને લોકોના કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે સિદ્ધારમૈયા સરકારે એક એફઆરઆઈ પણ દાખલ ન કરી. ભાજપે તે તમામ દસ્તાવેજ પણ મીડિયાની સામે રજૂ કર્યાં હતા જે વિજય ઈશ્વવરનના આરોપોની કહાની દર્શાવતા હતા. 


અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પોતાના અંતિમ પળાવમાં છે. પાંચ દિવસ બાદ શનિવારે 12 મેએ રાજ્માં આગામી વિધાનસભાની ચૂંટણી છે. આ કારણે ભાજપ અને કોંગ્રેસ બંન્ને યુદ્ધ સ્તર પર ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે અને એકબીજા પર આરોપો લગાવી રહ્યાં છે.