બેંગ્લુરુ : કોંગ્રેસ અને જનતા દળ -સેક્યુલર (જેડીએસ) એ ભાજપ નેતા બી.એસ યેદિયુરપ્પાનાં શપથ ગ્રહણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. યેદિયુરપ્પાએ શુક્રવારે મોડી સાંજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રવિ ગૌડાએ જણાવ્યું કે, અમારી પાર્ટીનાં રાજ્ય અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે અમારા નેતાઓ, પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોને યેદિયુરપ્પાના શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કરવાનાં નિર્દેશ આપ્યા છે. કારણ કે જ્યારે તેમની પાર્ટી પાસે વિધાનસભામાં બહુમતી નથી, તો તેમણે સત્તા સંભાળવા માટેનો કોઇ નૈતિક અધિકાર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહિનાથી ચાલતા રાજકીય કર'નાટક' પર પડદો, યેદિયુરપ્પા બન્યા નવા મુખ્યમંત્રી
રાજ્યપાલે યેદિયુરપ્પાને આમંત્રીત કર્યા
રાજ્યપાલ વજુભાઇ વાળાએ યેદિયુરપ્પાને સાંજે છ વાગ્યે રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે આમંત્રીત કર્યા. આ અગાઉ યેદિયુરપ્પાએ સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે ટ્વીટ કર્યું, હું આ અપવિત્ર કાર્યક્રમમાં ભાગ લેવાનો ઇન્કાર કરુ છુ અને કર્ણાટક કોંગ્રેસનાં તમામ નેતાઓને તેમાં ભાગ લેવાનો નિર્દેશ આપુ છું. રાવે કહ્યું કે, રાજ્યમાં ભાજપની આગામી સરકાર બનાવવાનું લોકશાહી પર ધબ્બો હતો.


ભારતમાં પહેલીવાર જોઇન્ટ વૉર ગેમ, જેસલમેરમાં 8 દેશો વચ્ચે થશે ટક્કર
કર્ણાટક: CM બનતા પહેલા યેદિયુરપ્પાએ પોતાનું નામ જ બદલી નાખ્યું ! જાણો નવું નામ
કાર્યવાહક મુખ્યમંત્રી અને જેડીએસનાં નેતા એચ.ડી કુમારસ્વામીએ વ્યક્ત કારણોથી આ કાર્યક્રમમાં નહી જોડાવાનો નિર્ણય લીધો. જેડીએસના પ્રવક્તા રમેશ બાબુએ આિએએનએસને જણાવ્યું કે, યેદિયુરપ્પાએ જો કે કુમારસ્વામી અને અમારા અન્ય પાર્ટી નેતાઓને સમારોહ માટે આમંત્રણ મોકલ્યું છે, પરંતુ અનેક લોકોએ તેનાથી દુર રહેવાનો નિર્ણય કર્યો.


ISRO ના પૂર્વ વૈજ્ઞાનિક જેમણે સરકારનાં 325 કરોડ રૂપિયા હવામાં ઉડાડી દીધા !
કર્ણાટક કોંગ્રેસ ધારાસભ્ય દળ (સીએલપી)ના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, વિધાનસભા ભાજપનાં માટે એક પ્રયોગાત્મક પ્રયોગશાળા બની ગઇ છે, જેની પાસે બહુમતી નથી. રાજ્યપાલ સરકાર બનાવવા માટે અસંવૈધાનિક પદ્ધતીઓ અપનાવે છે.