નવી દિલ્હીઃ કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની મંગળવારે મની લોન્ડરિંગના આરોપો હેઠળ ધરપકડ કરી છે. શિવકુમાર કર્ણાટકમાં કોંગ્રેસના વિઘ્નહર્તા નેતા માનવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની પુછપરછ કરવામાં આવી હતી હતી. મંગળવારે તેઓ ચોથી વખત ઈડી સમક્ષ હાજર થયા હતા. દિવસભરની પુછપરછના અંતે ઈડી દ્વારા મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવક વેરા વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. અગાઉ આઈટી વિભાગે ભૂતકાળમાં તેમના ત્યાં દરોડા પાડ્યા હતા, જેને શિવકુમારે 'રાજકીય ઈશારા'થી કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી હતી. 


 ચિદમ્બરમ CBI રિમાન્ડમાં જ રહેશે, 5 સપ્ટેમ્બરે ED કેસમાં ચૂકાદો આપશે સુપ્રીમ


સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં શિવકુમારે જણાવ્યું કે, "મારી સામે ગેરકાયદે પ્રવૃત્તિનો એક પણ પુરાવો નથી. ભાજપના નેતાઓ જ આ બાબત ઓન રેકોર્ડ જણાવી છે. આ બધું જ મને હેરાન કરવા માટે થઈ રહ્યું છે. હું ઈડીને તમામ સહકાર આપવા માગું છું, કારણ કે હું જાણું છું કે હું નિર્દોષ છું." 


આ અગાઉ ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટે ઈડી દ્વારા ડિસેમ્બર, 2018માં આપવામાં આવેલા મની લોન્ડરિંગના આરોપો હેઠળના સમન્સ પર સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો હતો. શિવકુમારની અરજીને ફગાવી દેતાં જસ્ટિસ અરવિંદ કુમારે તેમને ઈડી સમક્ષ હાજર થવા અને હવાલાના વ્યવહારમાં મની લોન્ડરિંગ કાયદાના ઉલ્લંઘનની તપાસમાં સહયોગ આપવા આદેશ આપ્યો હતો. 


મની લોન્ડરિંગના આરોપો પછી આવકવેરાના અધિકારીઓએ શિવકુમારની બેંગલુરુ, કનકપુરા અને નવી દિલ્હી ખાતે આવેલી સંપત્તિઓમાં 2 ઓગસ્ટ, 2017ના રોજ રેડ પાડી હતી અને તેમના ત્યાંથી રૂ.8.69 કરોડની રોકડ રકમ મળી આવી હતી, જેના પુરાવા કે સ્રોત અંગે શિવકુમાર પાસે કોઈ માહિતી ન હતી 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....