કર્ણાટકમાં કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, હજી વધુ ધારાસભ્ય છોડશે સાથ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 104 ધારાસભ્યોની સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન કરી રાજ્યમાં સરકાર બનાવી હતી
બેંગ્લુરૂ : કર્ણાટકમાં જેડીએસની સાથે મળીને સરકાર બનાવનારી કોંગ્રેસ પાર્ટીને એકવાર ફરીથી ઝટકો લાગ્યો છે. તેમાં બે ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સોમવારે ધારાસભ્ય રમેશ જારકીહોલી અને આનંદ સિંહે પાર્ટીના ધારાસભ્ય પદ પરથીરાજીનામું ધરી દીધું. રમેશ જારકીહોલી પહેલા સરકારમાં મંત્રી હતા. જો કે બીજા વિસ્તારમાં તેમણે પદ પરથી હટાવી દેવામાં આવ્યા.
J&K માં 6 મહિના માટે વધ્યું રાષ્ટ્રપતિ શાસન, અનામત વિધેયકને રાજ્યસભાની મંજુરી
કોંગ્રેસમાં મચેલી આ ઉથલ પાથલ પર કર્ણાટક ભાજપે કહ્યું કે, હાલ કોંગ્રેસમાં અનેક ધારાસભ્યો પાર્ટીનો સાથ છોડશે. જો એવું થયું તો પહેલાથી સંકટોમાં ઘેરાયેલી કર્ણાટક સરકાર ક્યાંય પણ પડી શકે છે. રાજ્ય સરકાર દ્વારા 3667 એકર જમીનને જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડને વેચવાનાં નિર્ણયથી નારાજ થયેલા કર્ણાટક કોંગ્રેસનાં ધારાસભ્ય આનંદ સિંહે સોમવારે રાજ્યનાં ઉત્તર પશ્ચિમી બલ્લારી જિલ્લામાં વિજયનગર વિધાનસભા સીટથી પોતાનું રાજીનામું આપી દીધું. તેમણે પત્રકારોને જણાવ્યું કે, હું ગઠબંધન સરકાર દ્વારા જિંદલ સ્ટીલ ફર્મને જમીન વેચવાના નિર્ણયથી નાખુશ છું. એટલા માટે મે પોતાનું રાજીનામું રાજ્ય વિધાનસભા અધ્ય કે.આર રમેશ કુમારનાં ઘરે જઇને તેમને સોંપ્યું છે.
જાયરાને તેના બોયફ્રેંડે બોલિવુડ છોડવાનું કહ્યું હોય તેવું પણ બને: ફારુક અબ્દુલ્લા
હવાથી દોડશે બાઇક: 1 રૂપિયામાં 8 કિલોમીટર દોડશે આ સ્પોર્ટ બાઇક
આનંદ સિંહ બાદ રમેશ જારકીહોલીએ પણ આપ્યું રાજીનામું
કર્ણાટકની રાજનીતિક એકવાર ફરીથી ગરમ થતી જોવા મળી રહી છે. સોમવારે કર્ણાટક વિધાન સભાનાં એક પછી એક બે ધારાસભ્યોએ વિધાનસભાની પોતાનું સભ્યપદ પરતી રાજીનામું આપી દીધું. શરૂઆતી સવારે બેલ્લારીની વિજયનગર સીટથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદ સિંહના રાજીનામાથી થઇ. આનંદ સિંહે પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમારને સવારે તેમને આવાસ પર સોંપ્યા. જો કે વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમાર સતત એવા કોઇ રાજીનામાને પ્રાપ્ત થવાનો ઇન્કાર કરતા રહ્યા. બપોરે આનંદ સિંહે કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળાને મળીને પોતાનાં રાજીનામાની માહિતી આપી. જેના તુરંત બાદ આનંદ સિંહે મીડિયા સાથે વાત કરતા પોતાનાં રાજીનામું કારણે રાજ્ય સરકાર દ્વારા જેએસ ડબલ્યુ સ્ટીલ (જિંદલ) ના જમીન ફાળવણીનું કારણ જણાવ્યું. તેમણે પોતાનાં આગામી પગલાને સ્પષ્ટ નથી કર્યા. આનંદ સિંહના રાજ્યપાલને મળવા સાથે જ સ્પીકરે પણ આનંદ સિંહના રાજીનામાને મળવાની પૃષ્ટી કરી.
મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર લગાવ્યો 2000 કરોડના ગોટાળાનો આરોપ
બપોરે 3 વાગ્યે કોંગ્રેસનાં ગોકાક વિધાનસભાથી કોંગ્રેસ ધારાસભ્ય રમેશ જરકેહોલીએ પણ પોતાનો ત્યાગપત્ર સ્પીકરને સોંપી દીધો. રમેશ જરકેહોલી લાંબા સમયથી પાર્ટીથી નારાજ હતા અને તેમની ગણત્રી બાગી ધારાસભ્યોમાં થઇ રહ્યો હતો. આ રાજનીતિક ઉથલ પાથલ વચ્ચે હવે તે સંભાવના પ્રબળ તઇ ગઇ છે કે હવે સત્તા પક્ષથી એક પછીએક અડધો ડઝન ધારાસભ્યો પોતાનું રાજીનામું આપી શકીએ છીએ.
સવર્ણોને 10% અનામત અંગે સુપ્રીમ કોર્ટમાં હવે 16 જુલાઇએ સુનાવણી હાથ ધરાશે
સોમવારે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, તેઓ કોઇ પણ પ્રકારે સરકારને તોડી પાડવાનો પ્રયાસ નથી કરી રહ્યા. જો કે તે વાતથી વાકેફ છે કે 20ના આસપાસ ધારાસભ્યો વર્તમાનની સરકારથી નારાજ છે. કોંગ્રેસ ધારાસભ્યોએ આ બગી તેવર તે સમયે સામે આવ્યો છે જ્યારે મુખ્યમંત્રી કુમાર સ્વામી દેશમાં નથી. કુમાર સ્વામી એક કાર્યક્રમમાં ભાગ લેવા અમેરિકાની યાત્રા પર છે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 8 તારીખે ભારત પરત ફરશે જે પ્રકારે સ્થિતી જોવા મળી રહી છે. તેઓ પોતાના સમયમાં વચમાં જ સમાપ્ત કરી દે. વર્તમાનમાં કર્ણાટક વિધાનસભાની કુલ 224 સીટોમાં ભાજપનાં 105 ધારાસભ્ય છે. જ્યારે જનતા દળ સેક્યુલરની પાસે 38 (37+1 BSP) ધારાસભ્ય છે. કોંગ્રેસનાં ધારાસભ્યોની સંખ્યા 80 છે. (79+1 speaker).