કોંગ્રેસે ઠેર-ઠેર લગાવ્યા `PayCM કરો` પોસ્ટર, ભાજપ પર તાક્યું તીર
કોંગ્રેસ દ્રારા ઠેર ઠેર ચોંટાડવામાં આવેલા `PayCM` પોસ્ટર પર મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇનો ફોટો છે. ઉલ્લેખનીય વાત એ છે કે તેમાં આપવામાં આવેલા ક્યૂઆર કોડને સ્કેન કરનાર 40% sarkar.com વેબસાઇટ પર જતો રહેશે.
Karnataka BJP vs Congress: કર્ણાટકની સત્તારૂઢ ભાજપ અને મુખ્ય વિપક્ષી કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર શરૂ થઇ ગયું છે. બંને પાર્ટીઓએ એકબીજા વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં ક્યૂઆર કોડ પોસ્ટરનો ઉપયોગ કર્યો છે. વિપક્ષી કોંગ્રેસે પહેલાં 'PayCM' પોસ્ટર જાહેર કર્યું. ત્યારબાદ ભાજપે બુધવારે વિપક્ષી નેતા સિદ્ધારમૈયા અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારવાળા ક્યૂઆર કોડ પોસ્ટર સાથે જવાબ આપ્યો.
કર્ણાટકમાં શરૂ થયું પોસ્ટર વોર
કોંગ્રેસ દ્રારા ઠેર ઠેર ચોંટાડવામાં આવેલા 'PayCM' પોસ્ટર પર મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇનો ફોટો છે. ઉલ્લેખનીય વાત એ છે કે તેમાં આપવામાં આવેલા ક્યૂઆર કોડને સ્કેન કરનાર 40% sarkar.com વેબસાઇટ પર જતો રહેશે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇના આ પોસ્ટરોથી રાજ્યમાં બંને દળોએ નવી રાજકીય જંગ શરૂ કરી છે. અધિકારીઓએ બેંગલુરૂમાં દિવાલો, પ્રતિષ્ઠાનોથી પોસ્ટર હટાવવા માટે તાત્કાલિક બીબીએમપી કર્મીઓને કહ્યું. બીજેપી એમએલસી એમ રવિકુમારે કહ્યું કે કોંગ્રેસ નેતાઓએ અમારા સીએમને પ્રચાર કરવા માટે લગાવ્યા છે, તેમણે રાહુલ ગાંધીને પેમેંટ કરવું જોઇએ.
ભાજપે કોંગ્રેસને ઘેરી
એમએલસી રવિકુમારે કહ્યું કે સિદ્ધારમૈયાને એક ઘડીની આવશ્યકતા છે. (હબલેટ ઘડી કાંડનો ઉલ્લેખ કરતાં) અને તેમને પેમેન્ટ કરવા દે. પૂર્વ અધ્યક્ષ રમેશ કુમારે સાર્વજનિક રૂપથી કહ્યું કે તેમણે ચાર પેઢીઓ માટે ધન કમાયું છે, તેમને પેમેન્ટ કરવા દે. આ સાથે જ તેમણે કહ્યું કે સીએમની ટીકા કરતી વખતે ગરિમા હોવી જોઇએ.
ભાજપે પણ લગાવ્યા પોસ્ટર
કોંગ્રેંસ ધારાસભ્ય અને મીડિયા પ્રભારી પ્રિયાંક ખડગેએ કહ્યું કે 'PayCM' અભિયાન વ્યક્તિગત નથી. તેમણે કહ્યું કે સાર્વજનિક સ્થળ પર જે પણ ચર્ચા થઇ રહી છે તેને પ્રચાર માટે લાવવામાં આવી રહી છે. કથિત રીતે ભાજપ દ્રારા જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં સિદ્ધારમૈયા અને શિવકુમારના ફોટા છે, જેમાં લોકોને રાજ્યને લૂંટવા અને વ્યવસ્થાને નષ્ટ કરવા માટે રાજ્યમાં બંનેને ઉઘાડી ફેંકવા માટે ક્યૂઆરકોડને સ્કેન કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં નીચે એ પણ જણાવવામાં આવ્યું છે કે બંને આ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે રાજ્યને નષ્ટ કરવામાં આવે, કેવી રીતે ઝૂંઠાણુ ફેલાવવામાં આવે અને શાંતિ ભંગ કરવામાં આવે.
સીએમ બોમ્બઇએ ગૃહ વિભાગ પાસે માંગ્યો રિપોર્ટ
આ દરમિયાન બોમ્મઇએ ગૃહ વિભાગ પાસે અચાનક સામે આવેલા પોસ્ટરો પર રિપોર્ટ માંગ્યો છે. મામલો અધિકારીઓના સંજ્ઞાનમાં આવતાં તાત્કાલિક સાર્વજનિક સ્થળો પર લાગેલા પોસ્ટરોને દૂર કરી દેવામાં આવ્યા.