નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે મિશન સાઉથને ફહેત કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત દક્ષિણ ભારતનાં રાજ્યોની મુલાકાતો લઇ રહ્યા છે. આ કડીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોમવારે હૈદરાબાદ-કર્ણાટક ક્ષેત્ર માટે આજે કલબુર્ગીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ રેલી સંબોધિત કરતા પહેલા ભાજપનાં નેતા અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર માટે બે મિનિટનું મૌન રાખ્યું હતું. તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ગાંધી પ્રયાગરાજ LIVE: ભાજપ પર વ્યંગ ચોકીદાર માત્ર અમીરોનાં જ હોય

અત્રે ઉલ્લેખનીય છે કે, પર્રિકરનું 63 વર્ષની ઉંમરમાં રવિવારે નિધન થઇ ગયું. તેઓ ગત્ત એક વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંચ પર હાજર નેતાઓ સાથે મનોહર પર્રિકરને યાદ કર્યા. તેમણે રેલી સંબોધિત કરતા પહેલા ગોવા મુખ્યમંત્રી માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું. મૌન પાળીને કોંગ્રેસ અધ્યક્ષે મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. 


ગઠબંધન અંગે કોંગ્રેસ ન ફેલાવે ભ્રમ, તમામ સીટો પર ઉભા કરે ઉમેદવાર: માયાવતી

કલબુર્ગી લોકસભા સીટમાં ત્રીજા તબક્કામાં 23 એપ્રીલે મતદાન થશે અને આ સીટથી લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખડગેના સંસદીય સીટથી કર્ણાટકમાં ચૂંટણી અભિયાન શરૂ કર્યું છે. 


પ્રમોદ સાવંતને CM બનાવવા પાછળ છે મોટુ ગણિત, જાણો BJPની રણનીતિ

આ દરમિયાન તેઓ ગુલબર્ગમાં પરિવર્તન રેલીને સંબોધિત કરતા કેન્દ્રની મોદી સરકારને નિશાન પર લીધા હતા. આ સાથે જ તેમણે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારની મહત્વની કામગીરીઓનો ઉલ્લેખ કર્યો. રાહુલ ર્ણાટક મુલાકાત દરમિયાન બેંગ્લુરૂનાં યુવા ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે.