બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભામાં શક્તિ પરિક્ષણની માગણી કરી રહેલા ભાજપના ધારાસભ્યોએ આખી રાત વિધાનસભામાં ધરણા ધરીને પસાર કરી. ત્યારબાદ કેટલાક ધારાસભ્યો સવારે મોર્નિંગ વોક કરતા જોવા મળ્યાં. આ બધા વચ્ચે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પત્ર લખીને આજે બપોરે સદનમાં વિશ્વાસમત મેળવવાનું કહ્યું છે. 


પરીક્ષાની ઘડી
રાજ્યપાલના આ નિર્દેશ બાદ કર્ણાટકમાં 13 મહિના જૂની કોંગ્રેસ-જેડીયુ સરકાર સામે પરીક્ષાની ઘડી આવીને ઊભી રહી ગઈ છે. આ અગાઉ કર્ણાટક વિધાનસભાને ગુરુવારે સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ તથા વિપક્ષી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના વિશ્વાસ મત  પ્રસ્તાવ પર મોડું કરવા બાબતે થયેલા હોબાળા બાદ વિધાનસભાને 30 મિનિટ માટે સ્થગિત કરાઈ હતી. ત્યારબાદ સાંજે તેને શુક્રવાર સવાર સુધી સ્થગિત કરાઈ.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...