બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભામાં છેલ્લા બે દિવસથી બહુમત પરીક્ષણ પર ચાલી રહેલી ચર્ચા અને હોબાળા વચ્ચે રાજ્યપાલે છેલ્લા 24 કલાકની અંદર મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને ફરીથી પત્ર લખ્યો છે. તેમણે મુખ્યમંત્રીને સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા જણાવ્યું છે. આ બધા વચ્ચે કર્ણાટક કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આદેશ સામે અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક કોંગ્રેસ તરફથી દાખલ કરાયેલી અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટનો તે આદેશ કે જેમાં કહેવાયું છે કે 15 બળવાખોર ધારાસભ્યોને સદનમાં હાજર રહેવા માટે બાધ્ય કરી શકાય નહીં, તે પાર્ટીના વ્હિપ જારી કરવાના બંધારણીય અધિકારી વિરુદ્ધ છે. કોર્ટના આ આદેશથી બંધારણની 10મી અનુસૂચિમાં અપાયેલા પક્ષ પલટાના કાયદાનો ભંગ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત રજુ કરાયો હતો. દિવસભર તેના પર ચર્ચા થઈ. જો કે લગભગ 19 જેટલા ધારાસભ્યો સદનમાં ગેર હાજર રહ્યાં હતાં. કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ પાર્ટી ધારાસભ્યો સાથે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની માગણીને લઈને આખી રાત ધરણા કર્યાં. શુક્રવારે સવારે સદનમાં વિશ્વાસ મતને લઈને ચર્ચા ચાલુ છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ આ અગાઉ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને બહુમત સાબિત કરવા માટે શુક્રવાર બપોરના 1.30 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. પરંતુ નિર્ધારિત સમય મર્યાદામાં ફ્લોર ટેસ્ટ થયો નહીં. સ્પીકરનું કહેવું છે કે રાજ્યપાલના આદેશ પર મુખ્યમંત્રી નિર્ણય લે કે તેમણે તેનું પાલન કરવું છે કે નહીં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...