કર્ણાટકના નાટકમાં કોંગ્રેસનો હાથ? સરકાર બચાવવા માટે મુખ્યમંત્રી બદલી શકે છે JDS
11 કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યોના રાજીનામા બાદ એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી કર્ણાટકની ગઠબંધન સરકારના અસ્તિત્વ પર સંકટના વાદળો જોવા મળી રહ્યાં છે.
બેંગ્લુરુ: 11 કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યોના રાજીનામા બાદ એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી કર્ણાટકની ગઠબંધન સરકારના અસ્તિત્વ પર સંકટના વાદળો જોવા મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બળવાખોર બનેલા મોટાભાગના કોંગ્રેસી ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની નીકટના છે. આ કારણોથી એવી અટકળો કરવામાં આવી રહી છે કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ક્યાંક તેમનો તો હાથ નથી ને? સિદ્ધારમૈયા કોંગ્રેસ વિધાયક દળના નેતા છે અને કર્ણાટક કોંગ્રેસના સૌથી મજબુત નેતા ગણાય છે. આ અગાઉ પણ ગઠબંધન સરકાર સામે રાજકીય અસ્થિરતા તો આવતી જ રહી છે જેના માટે જેડીએસ પરોક્ષ રીતે સિદ્ધારમૈયાને જવાબદાર ઠેરવતું રહ્યું છે.
કર્ણાટક: ડે.સીએમની બ્રેકફાસ્ટ ડિપ્લોમસી, કોંગ્રેસે બોલાવી મંત્રીઓની બેઠક, બળવાખોરો અડીખમ
આ બધા વચ્ચે જેડીએસ સત્તા બચાવવાની કવાયતમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ કવાયતમાં જો મુખ્યમંત્રી પદ જેડીએસના હાથમાંથી નીકળીને કોંગ્રેસ પાસે જાય તો આ ફોર્મ્યુલા ઉપર જેડીએસના નેતાઓ પણ સહમત થઈ શકે છે. જે સંદર્ભમાં જ જેડીએસના દિગ્ગજ નેતા અને ચામુંડેશ્વરીના ધારાસભ્ય જીટી દેવગૌડાએ કહ્યું કે 'સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં કોઈ આપત્તિ નથી.' તેમણે કહ્યું કે આ મામલે જેડીએસ-કોંગ્રેસની સમન્વય સમિતિનો નિર્ણય મંજૂર હશે.
નોંધનીય છે કે ચામુંડેશ્વરી, સિદ્ધારમૈયાની પરંપરાગત બેઠક ગણાય છે પરંતુ વિધાનસભા ચૂંટણીમાં જીટી દેવગૌડાએ સિદ્ધારમૈયાને હરાવ્યાં હતાં. દેવગૌડાએ એમ પણ કહ્યું કે જો પાર્ટીએ કહેશે તો તેઓ પોતાની બેઠક પરથી રાજીનામું આપવા માટે પણ તૈયાર છે.
જુઓ LIVE TV