કર્ણાટક વિધાનસભાનું આજથી ચોમાસુ સત્ર, સુપ્રીમમાં બળવાખોર MLA મામલે સુનાવણી
કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર પર અનેક દિવસથી સંકટના વાદળો છવાયેલા છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે.
નવી દિલ્હી: કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર પર અનેક દિવસથી સંકટના વાદળો છવાયેલા છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે. સુપ્રીમ કોર્ટ આજે કોંગ્રેસ-જેડીએસના 10 બળવાખોર ધારાસભ્યો તરફથી દાખલ થયેલી અરજી પર સુનાવણી હાથ ધરશે. બીજી બાજુ કર્ણટાક વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસ અને જેડીએસ તરફથી તમામ ધારાસભ્યોને વ્હિપ જારી કરાયું છે. આ બાજુ કર્ણાટકના બળવાખોર વિધાનસભ્ય ગુરુવારે સાંજે બેંગ્લુલુમાં વિધાનસભા સ્પીકર રમેશકુમાર સાથે મુલાકાત કરીને પાછા મુંબઈ પહોંચ્યાં છે.
આ મામલે ગુરુવારે પણ સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ બળવાખોર ધારાસભ્યોને નિર્દેશ આપ્યાં હતાં કે તેઓ ગુરુવારે સાંજે 6 વાગે કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશકુમાર સાથે મુલાકાત કરે. આ દરમિયાન તેઓ પોત-પોતાના રાજીનામાની જાણકારી આપે. સુપ્રીમ કોર્ટે આ સાથે સ્પીકર રમેશકુમારને પણ નિર્દેશ આપ્યાં હતા કે રાજીનામા અંગે તેઓ ગુરુવારે જ કઈ નિર્ણય લે.
જુઓ LIVE TV