Karnataka Election: કર્ણાટકમાં ભાજપને કેટલી મળશે સીટો? 4 વખત CM રહી ચૂકેલા યેદિયુરપ્પાએ કર્યો આ દાવો!
Karnataka Assembly Election: કર્ણાટક ચૂંટણીમાં (Karnataka Election) ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) માં કયો પક્ષ જીતશે તે તો 13 મેના મતગણતરીનાં દિવસે જ ખબર પડશે, પરંતુ તે પહેલાx પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa) એ દાવો કર્યો છે કે ભાજપની ભવ્ય જીત થશે અને તેમને જીતના આંકડાઓને લઈને પણ મોટો દાવો કર્યો છે.
(Karnataka Election) : કર્ણાટકમાં આજે સાંજે 6 વાગ્યે ચૂંટણીનો પ્રચાર બંધ થઈ જશે. બે દિવસ પછી એટલે કે 10 મેના રોજ ચૂંટણી યોજાશે, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટક ચૂંટણીમાં (Karnataka Election) મુદ્દા બદલાયા છે, ચિત્ર બદલાયું છે. દરેક મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે. ચૂંટણી રેલી હોય કે આક્રમક શૈલી. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) છેલ્લા બે દિવસથી કોંગ્રેસ પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે. ભાજપ સતત પોતાની જીતના દાવા કરી રહ્યું છે. દરમિયાન કર્ણાટકના 4 વખતના સીએમ બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa) એ દાવો કર્યો છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવવા જઈ રહી છે. એટલું જ નહીં, યેદિયુરપ્પાએ એ પણ જણાવ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કેટલી સીટો જીતવા જઈ રહી છે.
યેદિયુરપ્પાએ કર્યો આ દાવો
બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે કર્ણાટકની (Karnataka Election) સ્થિતિ સમજવા માટે રોડ શો અને રેલીઓ કરી છે. મને વિશ્વાસ છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં અમે 135 સીટો જીતીશું. કોંગ્રેસ ડૂબતું જહાજ છે, તેના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના 4-5 મહિનાના પ્રચાર પછી પણ યુપીમાં માત્ર 2-3 બેઠકો જીતી છે.
Railway TTE Salary: જાણો રેલવેમાં TTEને કેટલી મળે છે સેલરી, જાણો TTE ને બનવા માટે શું હોય છે પ્રોસેસ
સેલ્ફીના શોખીનો સાચવજો! ભારતમાં એવા 4 સ્થળો પણ છે જ્યાં ફોટોગ્રાફ લેવા માટે ભરવો પડે છે દંડ
1.12 લાખ સેલેરી વાળી જોઈએ છે નોકરી તો સીઆરપીએફમાં ભરો આવેદન
CBSEનું ધોરણ 10નું રિઝલ્ટ આ વેબસાઇટ્સ પર જાહેર કરવામાં આવશે, ચેક કરી લેજો
એક વેબસાઈટથી થઈ જશે 13,000થી વધુ કામ, કોઈ ઓફિસના ધક્કા ખાવાની નથી જરૂર
કર્ણાટક ચૂંટણીમાં આ મુદ્દાઓનું વર્ચસ્વ
તમને જણાવી દઈએ કે બજરંગ બલી, PFI, મુસ્લિમ આરક્ષણ, ભ્રષ્ટાચાર અને રોજગાર એ પાંચ મુદ્દા છે જે કર્ણાટકમાં ચૂંટણી ચિત્ર અને રાજકીય પક્ષોના ભાવિનો નિર્ણય કરશે. 2 મે પહેલાં કર્ણાટક ચૂંટણીમાં (Karnataka Election) કોંગ્રેસ ભાજપને ઘણા મુદ્દાઓ પર ઘેરી રહી હતી. જેમાં ભ્રષ્ટાચાર અને રોજગારીનો મુદ્દો સૌથી મોટો હતો. પરંતુ 2 મેના રોજ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પછી સ્થિતિ એવી રીતે પલટાઈ ગઈ કે બાકીના મુદ્દા સ્પષ્ટ થઈ ગયા. કર્ણાટકમાં હવે માત્ર બજરંગ બલી અને પીએફઆઈનો મુદ્દો જ બચ્યો છે.
Daridra Yog: મંગળ ગૌચર ખૂબ જ અશુભ યોગ બનાવશે, આ 3 રાશિની તિજોરીને લાગશે ગ્રહણ
Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ પર રહેશે ભદ્રાનો પરછાયો, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી
શું કર્ણાટકનો મૂડ બદલાયો છે?
ચૂંટણી (Karnataka Election) પ્રચારના છેલ્લા તબક્કામાં પીએમ મોદી ફરીથી બેંગલુરુના મેગા રોડ શો કર્યો હતો. પીએમ મોદીનો આ રોડ શો 8 કિમી લાંબો હતો જે કેમ્પેગૌડા મૂર્તિ, ન્યૂ ટિપ્પાસન્દ્રા જંકશનથી શરૂ થઈને ટ્રિનિટી સર્કલ અને એમજી રોડ પર સમાપ્ત થયો હતો. આ દરમિયાન રસ્તાની બંને તરફ લોકોની ભીડ જામી હતી. લોકોએ પીએમ મોદીના કાફલા પર ફૂલોની વર્ષા પણ કરી હતી.
બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ કર્ણાટકના બેલાગવીમાં રોડ શો કર્યો હતો. ગૃહમંત્રી શાહના રોડ શોમાં પણ ભારે ભીડ ઉમટી હતી. આ પછી ગૃહમંત્રી અમિત શાહે પણ બાગલકોટમાં રેલી કરી હતી જેમાં કોંગ્રેસને ઘણા મુદ્દાઓ પર ઘેરવાની કોશિષ કરી હતી. કોંગ્રેસ જે મુદ્દાઓ પર એક સમયે મેદાનમાં હતી તે મામલાઓ અંધારી ગલીઓમાં ખોવાઈ ગયા છે એનો મતલબ એ છે કે આ ચૂંટણીની રમતમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે એમ કહેવું ખોટું નહીં હોય.
Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો
કેમ દુનિયાભરમાં કેળાનો આકાર વાંકોચૂકો હોય છે, કારણ જાણી મગજ ફરી જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube