નવી દિલ્હી : કર્ણાટકની બે વિધાનસભા સીટ અને ત્રણ લોકસભા સીટ પર પેટાચૂંટણીઓ માટે શનિવારે સવારથી જ વોટિંગ શરૂ થઈ ગયું છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદાતાઓની ભીડ જોવા મળી રહી છે. સામાન્ય લોકોની સાથે જ પ્રદેશના રાજનેતા પણ સવારથી જ મતદાન કેન્દ્રો પર વોટિંગ માટે પહોંચી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક હજારથી વધુ મતદાન કેન્દ્ર સંવેદનશીલ
કર્ણાટકની પેટા ચૂંટણી વિશે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, કુલ 1502 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરાયા છે. આ મતદાન કેન્દ્રો પર અધિકારીઓ દ્વારા વધારાનું સુરક્ષાદળ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. 



LIVE અપડેટ


10.20 વાગ્યે - કોંગ્રેસ ઉમેદવાર આનંદ ન્યામાગૌડાએ જામખંડી સીટ પરથી મત આપ્યો
10.00 વાગ્યે - સવારે 9 વાગ્યા સુધી મતદાન. 
લોકસભા સીટ - બેલ્લારી 4.40%, શિમોગા 8.61% અને મંડ્યા 4.18%
વિધાનસભા સીટ - જમખંડી 9% અને રામનગરમાં 8% મતદાન થયું. 



9.05 વાગ્યે - બીજેપી ઉમેદવાર શ્રીકાંત કુલકર્ણી સવારે બૂથ નંબર 150 પર મતદાન કરવા માટે પહોંચ્યા.


8.50 વાગ્યે - કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા શિમોગામાં શિકારીપુરામાં વોર્ડ નંબર 132માં મતદાન કેન્દ્રો પર વોટ આપવા પહોંચ્યા.



8.10 વાગ્યે - પોલિંગ બૂથ પર મતદાન કરતા પહેલા પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું 101 ટકા આશ્વસ્ત છું કે, મારો દીકરો બીએસ રાઘવેન્દ્ર જ આ ઈલેક્શનમાં જીત મેળવશે. આ દરમિયાન યેદિયુરપ્પાએ દાવો કર્યો કે, તેમની પાર્ટી બેલ્લારી અને જમખંડી સીટ પર જીત મેળવશે. 



બલ્લારી, શિવમોગ્ગા અને મંડ્યા લોકસભા ઈલેક્શન વિસ્તાર અને રામાનગર અને જમખંડી વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. વોટિંગ માટે અંદાજે 6450 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ સીટો માટે કુલ 54,54,275 મતદાતા નોંધાયા છે. પાંચ સીટ્સ માટે કુલ 31 ઉમેદવાર ઈલેક્શન માટે મેદાનમાં છે. પરંતુ મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ-જદ(એસ) ગઠબંધન અને ભાજપાની વચ્ચે છે. મતોની ગણતરી મંગળવારે થશે. રાજ્યના મુખ્ય ઈલેક્શન અધિકારી ઓફિસના અધિકારીઓએ જણાવ્યું કે, કુલ 1502 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરાયા છે. પેટાચૂંટણી માટે 35000થી વધુ મતદાન અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઈલેક્શનમાં 8900 વીવીપીએટી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.