Karnataka Election 2023: કર્ણાટક રાજ્યને સરળતાથી સમજવા માટે અમે તેને 6 ભાગોમાં વહેંચ્યું છે. આ 6 પ્રદેશોના અલગ-અલગ આંકડાઓ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 224 સીટો પર મતદાન થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકમાં મતદાન સમાપ્ત થઈ ગયું છે અને હવે એક્ઝિટ પોલનો સમય છે. આ ચૂંટણીઓમાં તમામ પક્ષો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.


Karnataka Exit Poll Result:કર્ણાટકમાં કોની બનશે સરકાર? એક્ઝિટ પોલમાં થયો ખુલાસો


પહેલો વિસ્તાર છે - કરાવલી તટીય અને પહાડી વિસ્તાર
આ કારાવલી વિસ્તારમાં 19 બેઠકો છે. આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર આ 19માંથી 16 સીટો ભાજપના ખાતામાં અને 3 કોંગ્રેસના ખાતામાં જઈ રહી છે. આ વિસ્તારમાં જેડીએસ અને અન્ય લોકોનું ખાતું પણ ખૂલ્યું નથી. બીજી તરફ વોટ શેરની વાત કરીએ તો આ વિસ્તારમાં 50% વોટ ભાજપના ખાતામાં જતા જોવા મળે છે. જ્યારે કોંગ્રેસને 40%, જેડીએસને 6% અને અન્યને 4% વોટ મળી રહ્યા છે.


બીજો પ્રદેશ છે - મધ્ય કર્ણાટક
મધ્ય કર્ણાટકના આ પ્રદેશમાં 23 બેઠકો છે. આ 23 બેઠકોમાંથી 12 કોંગ્રેસને 10 ભાજપ અને 1 જેડીએસને મળતી દેખાઈ રહી છે. જો આ વિસ્તારના વોટ ટકાવારીની વાત કરીએ તો કોંગ્રેસને 41 ટકા વોટ મળ્યા છે. બીજેપીને 35 ટકા અને જેડીએસને 17 ટકા મત મળતા જોવા મળી રહ્યા છે. આ સિવાય 7 ટકા વોટ અન્યના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે.


EXIT POLL: ઓલ્ડ મૈસૂર રીઝનની 55 સીટો પર કોંગ્રેસ કરી રહી છે ભાજપના સૂપડા સાફ


ત્રીજો વિસ્તાર છે - બેંગલુરુ
બેંગલુરુ પ્રદેશમાં કુલ 28 બેઠકો છે. આ પ્રદેશમાં કોંગ્રેસને 28માંથી 17 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ભાજપને 10 અને જેડીએસને 1 બેઠક મળવાની ધારણા છે. જો વોટ શેરની વાત કરીએ તો બેંગલુરુ ક્ષેત્રમાં કોંગ્રેસને 44 ટકા વોટ મળવાની ધારણા છે, જ્યારે 38 ટકા વોટ ભાજપના ખાતામાં જતા જોવા મળે છે. આ સિવાય જેડીએસને 15 ટકા અને અન્યને 3 ટકા વોટ મળવાનો અંદાજ છે.


Exit Poll: કર્ણાટકમાં ભાજપ કે કોંગ્રેસ, જાણો Republic TV P Maro Exit Poll ના પરિણામો


ચોથો પ્રદેશ છે – હૈદરાબાદ
કર્ણાટકને અડીને આવેલા હૈદરાબાદની આસપાસનો વિસ્તાર હૈદરાબાદ પ્રદેશ કહેવાય છે. આ હૈદરાબાદ પ્રદેશમાં કુલ 40 બેઠકો છે. જેમાંથી કોંગ્રેસને 32 બેઠકો મળી રહી છે જ્યારે 7 બેઠકો ભાજપના ખાતામાં જ જશે. આ સિવાય જેડીએસને 1 સીટ મળવાની આશા છે. જો વોટ શેરની વાત કરીએ તો હૈદરાબાદ ક્ષેત્રમાં કોંગ્રેસને 47 ટકા વોટ મળવાની ધારણા છે, જ્યારે 36 ટકા વોટ ભાજપના ખાતામાં જતા જોવા મળે છે. આ સિવાય જેડીએસને 13 ટકા અને અન્યને 4 ટકા વોટ મળવાનો અંદાજ છે.


પાંચમો વિસ્તાર છે – બોમ્બે
બોમ્બે-કર્ણાટક પ્રદેશમાં કુલ 50 સીટો છે. આ 50 સીટોમાંથી કોંગ્રેસ 28 સીટો જીતી રહી છે જ્યારે 21 સીટો ભાજપના ખાતામાં જતી દેખાઈ રહી છે. આ સિવાય જેડીએસને એક સીટ જીતવાની આશા છે. વોટ શેરની દ્રષ્ટિએ કોંગ્રેસને 45 ટકા જ્યારે ભાજપને 42 ટકા વોટ મળવાની ધારણા છે. આ સિવાય જો જેડીએસને 8 ટકા વોટ મળી શકે છે તો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 5 ટકા વોટ અન્યના ખાતામાં જશે.


AI એ બનાવ્યો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો, બાળ લીલાથી મહાભારત સુધીનું જોવા મળ્યું સ્વરૂપ
Traffic Police ઉભી રાખશે તો પણ પસ્તાશે! આ ઉપાય કરી લો કયારેય નહીં કાપી શકે Challan!
Home Loan બાબતે રહો સાવધાન! આ બેંકના કરોડો રૂપિયા ફસાયા, લોકોએ ભરવાના બંધ કરી દીધા
શાબાશ! દેશની આ દીકરીનો એક માર્ક્સ ન કાપી શક્યા શિક્ષકો, આવી દીકરી હોય તો ગર્વ થઈ જાય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube