Karnataka Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રચાર થમી જશે. આજે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચારનો અંત આવશે. કર્ણાટકમાં 10મી મેના રોજ મતદાન થવાનું છે. રાજ્યની 224 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. જ્યારે કર્ણાટક ચૂંટણીના પરિણામ 13મી મેના રોજ આવશે. હવે જોવાનું એ રહેશે કે કર્ણાટકના રણમાં કોણ વિજેતા બનશે. આ બધા વચ્ચે એક એવી વાત જેના પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે 38 વર્ષથી કર્ણાટકમાં સતત બે વાર કોઈ પણ પાર્ટીની સત્તા બની નથી. દર 5 વર્ષે અહીં સરકાર બદલાય છે. દક્ષિણ ભારતના રાજ્યની આ રાજકીય પરંપરાને બદલવા માટે ભાજપે પણ એક જબરદસ્ત તોડ કાઢ્યો છે. કર્ણાટકમાં પીએમ મોદીએ ખુબ ચૂંટણી પ્રચાર કર્યો છે. ભાજપનું માનવું છે કે તેનાથી પાર્ટીને મોટો ફાયદો થશે. આવો જાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કઈ રીતે કર્ણાટક ચૂંટણીમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના સૌથી મોટા સંકટમોચક!
અત્રે જણાવવાનું કે ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક, સૌથી મોટા સંકટ મોચક અને સૌથી મોટા નાયક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ છે. હકીકતમાં ભાજપ અને વિરોધીઓ વચ્ચે પીએમ મોદી સૌથી મોટું અંતર સાબિત થતા આવ્યા છે અને કર્ણાટક ચૂંટણીમાં પણ એ વાત સામે આવતી જોવા મળી રહી છે. કારણ કે દાવો થઈ રહ્યો છે કે પીએમ મોદીએ આ ચૂંટણીમાં હવાનું રૂખ બદલી નાખ્યું છે. 


કયા નેતા છે જીતની ગેરંટી?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અને તેમના સમર્થકો માટે આ નામ જ કાફી છે. એ નામ જે ચૂંટણી જીતની ગેરંટી છે અને એક પાક્કો વિશ્વાસ છે કે દેશની કમીન ખુબ જ મજબૂત હાથમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક ચૂંટણીમાં પોતાની પાર્ટીને સત્તામાં જાળવી રાખવા માટે જનતા સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. તેમને ભરોસો અપાવી રહ્યા છે કે ડબલ એન્જિનની સરકાર કેવી રીતે પ્રદેશને પ્રગતિના નવા રસ્તે લઈ જવા માટે મક્કમ છે પરંતુ તેના માટે કર્ણાટકના લોકોનું સમર્થન જરૂરી છે. 


કોંગ્રેસ મેનિફેસ્ટોને બનાવ્યું હથિયાર
પીએમ મોદી કર્ણાટકમાં પાર્ટી માટે કર્ણાધાર છે પરંતુ તેમના ખભે સત્તા વિરોધી લહેરને રોકવાની જવાબદારી પણ છે. અનેક ચૂંટણીઓમાં સફળતાની સાથે પીએમ મોદીએ આ જવાબદારી બખૂબી નિભાવી છે. પરંતુ આ વખતે તો પીએમ બાજી પલટતા જોવા મળી શકે છે એટલે મેનિફેસ્ટો જેને કોંગ્રેસની સૌથી મોટી ભૂલ કહેવાઈ રહ્યું છે તે ને પીએમ મોદીએ ભાજપ માટે સૌથી મોટી તાકાત બનાવી દીધી છે. 


શું તરી જશે ભાજપની નાવડી?
કર્ણાટક ચૂંટણીમાં પ્રચારનું ઘમાસાણ ખતમ થવામાં હવે બસ થોડી જ વાર છે. કહેવાય છે કે આ અંતિમ તબક્કામાં વિશ્લેષકો માની રહ્યા છે કે પીએમ મોદીએ હવાની દિશા બદલી નાખી છે. એટલે કે વોટર્સનું કોઈ તોફાન કે જેનાથી ભાજપની નાવ ડૂબવાનો ખતરો પેદા થઈ રહ્યો હતો હવે એવું લાગે છે કે પીએમ મોદીએ તે તોફાનની દિશા જ બદલી નાખી છે. પરંતુ સવાલ એ છે કે પીએમએ આવું કર્યું તો  કેવી રીતે કર્યું સ્પષ્ટ છે તેનો સીધો જવાબ છે. 


USA સરકારે લીધો મોટો નિર્ણય, 10 લાખ ભારતીયોને મળશે લાભ


એક કરતા વધારે બેંક ખાતા ધરાવતા ગ્રાહકો સાવધાન! આ નિયમ નહીં ખબર હોય તો ધંધે લાગશો


બંગાળની ખાડીમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે 'મોચા' વાવાઝોડું, આ રાજ્યોમાં અલર્ટ!


ધૂંઆધાર પ્રચાર અને તાબડતોડ રોડ શો
કર્ણાટક ચૂંટણીમાં પીએમ મોદીએ 19 ચૂંટણી જનસભાને સંબોધિત કરી. આ સાથે જ 5 મોટા રોડ શો કર્યા. પીએમ મોદીએ આ રોડશો નોર્થ બેંગ્લુરુ, મૈસુરુ, કલબુર્ગી, ટુમકુર, અને બેંગ્લુરુ શહેરમાં કર્યા. જેમાં તેમણે લગભઘ 50 કિલોમીટરથી વધુ વિસ્તાર કવર કર્યો. આ રેલીઓમાં અને રોડ શોમાં ઉમટેલી ભીડને જોતા ભાજપ કહી શકે કે તસવીરો પુરાવા છે કે પીએમ મોદી પર કર્ણાટકની જનતાને કેટલો ભરોસો છે. 10મી મેના રોજ કર્ણાટકમાં વોટર્સ પોતાના લોકતાંત્રિક હકનો ઉપયોગ કરશે પરંતુ તે પહેલા આ જનસૈલાબ ભાજપ અને તેમના વિરોધીઓ વચ્ચે મોટા અંતરને સાબિત કરતું જોવા મળે છે. સ્પષ્ટછે કે પીએમ મોદી ચૂંટણીની રીતે આ તક ગુમાવવા માંગતા નથી. 


પોતાના પક્ષમાં ચૂંટણીના પરિણામો પર ભરોસો ફકત એ જ રાજનેતા કરી શકે છે જેણે જનતાની નસ પારખી હોય અને જને જનતાના કામને પૂરા કર્યાનો પોતાના પર પૂરેપૂરો ભરોસો હોય. કર્ણાટક ચૂંટણીમાં પીએમ મોદી ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક છે. આવું એટલા માટે કારણ કે તેઓ દેશના મોટામાં મોટા ક્રાઉડ પુલર રાજનેતા પણ છે. કર્ણાટકમાં વિરોધીઓને તેમણે તેનો ખુબ અહેસાસ પણ કરાવ્યો. પીએમ મોદી આ વખતે કર્ણાટકના ચૂંટણી રણમાં જ્યારે ઉતર્યા તો તેમના સમર્થકોએ ભાજપના ઉમેદવારોની આંખોમાં પણ જીતની ચમક પેદા કરી દીધી અને તેનું કારણ છે લોકોનો પીએમ મોદી પર કઈક અતૂટ એવો વિશ્વાસ. 13મી મેના રોજ નક્કી થઈ જશે કે કર્ણાટકમાં સત્તા કોને મળશે. જો ભાજપને જીતને તાજ નસીબ થશે તો એકવાર ફરીથી પીએમ મોદી જ સૌથી મોટા ગેમચેન્જર બનતા જોવા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube