નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ એક બીજા પર પ્રહાર કરવાની કોઈ તક જતી કરતા નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યાં પીએમ મોદી પર યેદિયુરપ્પાને સીએમ ઉમેદવાર બનાવવા અને રેડ્ડી બંધીઓને ભાજપની ટિકિટ આપવા બદલ આક્રમક વલણ અપનાવ્યું છે. ત્યાં પીએમ મોદી રાહુલ ગાંધી અને રાજ્યની સિદ્ધારમૈયા સરકાર પર ભ્રષ્ટાચાર અને જાતિની રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે. કોંગ્રેસે પોતાના નવા હુમલામાં ભાજપ અને આરએસએસની વિચારધારા પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ ટ્વિટ એકાઉન્ટથી શેર કરાયેલા આ વીડિયોમાં પાર્ટી રાજ્યમાં ભયમુક્ત, સ્વતંત્ર, સ્વચ્છંદ અને પ્રગતિશીલ સરકાર માટે કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પાર્ટીએ  લખ્યું છે કે જો ભાજપ સત્તામાં આવી તો રાજ્યની જનતા આ કરશે... મતદાન એક નાગરિક અધિકારીોની રક્ષાનું સૌથી શક્તિશાળી સાધન છે. સમજદારી અને જવાબદારીથી મત આપો. આ વીડિયોમાં કોંગ્રેસે એ સાબિત કરવાની કોશિશ કરી છે કે જો રાજ્યમાં ભાજપની સત્તા આવી તો જનતાને ખાવા-પીવા, પહેરવા અને આઝાદીથી ઘૂમવા સુદ્ધા પર પાબંદી લાગી જશે. આ વીડિયોના પહેલા સીનમાં કેટલાક યુવાઓ રેસ્ટોરામાં બેસીને ખાવાનું ઓર્ડર કરતા જોવા મળી રહ્યાં છે. એટલામાં ત્યાં 3થી 4 યુવકો માથા પર તિલક લગાવીને આવે છે અને તે યુવા છોકરા-છોકરીઓને શું ખાવાનું છે તેનું ફરમાન જારી કરી દે છે.



બીજા સીનમાં બે છોકરીઓ કપડાંના શોરૂમમાં પોતાના માટે ડ્રેસ પસંદ કરી રહી છે અને ત્યાં ગુંડાઓની ટોળી આવી જાય છે અને આ બંને છોકરીઓને સ્લીવલેસ કપડાં અને જીન્સ પહેરવાની ના પાડે છે. વીડિયોના એક અન્ય સીનમાં પાર્કમાં એક છોકરી અને છોકરો બેઠેલા જોવા મળી રહ્યાં છે અને એટલામાં ત્યાં ગુંડાઓનો સમૂહ આવી જાય છે અને છોકરીને તેનો ધર્મ પૂછીને તેની પીટાઈ શરૂ કરી દે છે.


અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં 12મી મેના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન છે. હાલ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. પરંતુ ભાજપ પણ આ વખતે બમણુ જોર લગાવી રહ્યો છે.