#ZeeMahaExitpoll: કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા, કોઇને સ્પષ્ટ બહુમતી નહી
કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા સીટોાંથી 222 પર ચૂંટણી થઇ છે. જો કે મોટાભાગનાં એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે
નવી દિલ્હી : અલગ અલગ ચેનલોમાં શરૂઆતી એક્ઝીટ પોલનાં પરિણામો અનુસાર કર્ણાટકમાં કોઇ પણ પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી નથી રહી. ટાઉ્સ નાઉ - વીએઆરનાં એક્ઝીટ પોલ અનુસાર કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. તેનાં અનુસાર કોંગ્રેસને 90-103 સીટો મળવાનું અનુમાન છે. બીજી તરફ ભાજપને 80-93 સીટોની સાથે બીજા નંબર પર રહેશે. જેડીએસ 31-39 સીટો સાથે કિંગમેકર બનશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
આજતક- એક્સિસનાં એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમત મળવાની વાત કહેવામાં આવી છે. તેનાં અનુસાર કોંગ્રેસને સૌથી વધારે 106-116 સીટો મળી શકે છે. ભાજપને 79-92 સીટો મળવાનું અનુમાન છે. તેનાં અનુસાર જેડીએસને 22-30 સીટો મળી શકે છે. 12મી મેનાં રોજ રાજ્યની 224માંથી 222 સીટો પર મતદાન થયું. એક સીટ રાજા રાજેશ્વરની અને બીજી સીટ જયનગર પર મતદાન મોડુ થવાનું છે. અત્યાર સુધી ભાજપ 21 રાજ્યોમાં બહુમતી અથવા ગઠબંધનમાં સરકાર બનાવી ચુકી છે. બીજી તરફ કોંગ્રેસ હવે ધીરે ધીરે દેશમાંથી લુપ્ત થઇ રહ્યું છે. જો કર્ણાટકમાં પણ કોંગ્રેસની સરકાર જાય તો કોંગ્રેસની સત્તા માત્ર 3 જ રાજ્યોમાં રહેશે. જો ભાજપ સરકાર રચશે તો ભાજપ સત્તામાં હોય તેવું 22મું રાજ્ય હશે.
TIMES NOW-VMR
ટાઇમ્સ નાઉ- વીએમઆર એક્ઝીટ પોલીસ અનુસાર કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. તેનાં અનુસાર કોંગ્રેસ 90-103 સીટો પ્રાપ્ત કરે તેવી શક્યતા છે. બીજી તરફ ભાજપ 80-93 સીટો સાથે બીજા નંબર પર રહેશે. જેડીએસને 31-39 અને અન્યને 2-4 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
AAJTAK-AXIS
આજતક- એક્સિસનાં એક્ઝીટ પોલીસમાં કોંગ્રેસને બહુમતી મળવાની વાત કરવામાં આવી છે. તેનાં અનુસાર કોંગ્રેસને સૌથી વધારે 106-116 સીટો મળી શકે છે. ભાજપને 79-92 સીટો મળવાની શક્યતા છે. જ્યારે જેડીએસને 22-30 મત્ત મળવાની શક્યતા છે.
ABP-C વોટર
એબીપી-સી વોટરનાં એક્ઝિટ પોલનાં અનુસાર કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. તેનાં અનુસાર ભાજપ 97-109 સીટો મેળવી શકે છે. કોંગ્રેસ 87-99 વચ્ચે રહેશે. જેડીએસ 21-30 સીટ વચ્ચે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ પ્રકારે આ ચેનલનાં અનુસાર ત્રિશંકુ વિધાનસભા થવાની શક્યા છે. જો કે આમાં ભાજપ સૌથી મોટો પક્ષ બની રહ્યો છે.
News X-CNX
ન્યૂઝ એક્સ-સીએનએખ્સનાં અનુસાર ભાજપ સૌથી વધારે સીટો પ્રાપ્ત કરશે. તેનાં અનુસાર ભાજપ 106 સીટો, કોંગ્રેસ 75, જેડીએસ 37 સીટો પર જ્યારે અન્ય 4 સીટો પર કબ્જો કરશે.
Zee Exit Maha Poll
અલગ અલગ એઝન્સીઓનાં એક્ઝી પોલનાં આધારે ઝી એક્ઝીટ મહાપોલમાં ભાજપને સૌથી વધારે 96 સીટો, કોંગ્રેસને 92, જેડીએસને 31 અને અન્યને 3 સીટો મળવાનું અનુમાન છે. આ પ્રકારે ભાજપને કોંગ્રેસ કરતા ચાર સીટો વધારે મળશે. એવી સ્થિતીમા જો ભાજપ અને જેડીએસનું ગઠબંધ સરકાર બનાવે તો ભાજપની સત્તામાં વાપસી થશે.
શા માટે મતદાન પુર્ણ થયા બાદ જ અનુમાન બહાર પડાય છે.
ચૂંટણી પંચે આ અંગે એક દિશા - નિર્દેશન ઇશ્યું કર્યા છે. તેણે કહ્યું કે, જન પ્રતિનિધિ એક્ટ, 1951ની કલમ 126એ હેઠળ એક્ઝિટ પોલ વોટિંગનાં દિવસે સવારે સાતથી સાંજે 6.30 વાગ્યા સુધી દેખાડી શકાય નહી. તેમાં મતદાનનું પ્રમાણ, કયા દળનાં જીતવાની સંભાવના છે અને પ્રમુખ ઉમેદવારોનાં ભાગ્યનાં નિર્ણયનું અનુમાન રહે છે.
મોટા ભાગનાં ઓપિનિયન પોલમાં કોઇને પણ સ્પષ્ટ બહુમત નહી
કર્ણાટક ચૂંટણીમાં એક્ઝિટ પોલ પહેલા આવેલા ઓપિનિયન પોલમાં કોઇ પણ દળને સ્પષ્ટ બહુમતી નથી મળી રહી. મોટા ભાગની સમાચાર ચેનલો કોંગ્રેસને સૌથી મોટી પાર્ટી ગણાવી રહી છે. જો કે કેટલીક ચેનલો ભાજપને પણ નંબર-1 ગણાવી રહી છે. જ્યારે તમામ ચેનલો જેડીએસને ત્રીજા સ્થાને હોવાનું કહી રહી છે.