કર્ણાટક ચૂંટણીઃ જાણો ભાજપ માટે જીત અને હારનું મહત્વ....
કર્ણાટક ચૂંટણીની 222 સીટો પર શનિવારે સાંજે 6 કલાકે મતદાન સંપન્ન થયું. આ ચૂંટણીમાં જો ભાજપ જીતે તો તેને પાંચ ફાયદા થશે અને હારે તો આ પાંચ મોટા નુકસાન થશે. વાંચો....
નવી દિલ્હીઃ કર્ણાટક ચૂંટણીની 222 સીટો પર શનિવારે સાંજે 6 કલાકે મતદાન સંપન્ન થયું. આ ચૂંટણીમાં જો ભાજપ જીતે તો તેને પાંચ ફાયદા થશે અને હારે તો આ પાંચ મોટા નુકસાન થશે. વાંચો....
જો ભાજપ જીતશે તો....
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો આત્મવિશ્વાસ વધી જશે.
2019ની લોકસભા ચૂંટણી માટે મોદીની અપરાજીત છબિ વધુ મતજૂત બનશે.
મોદી રાજમાં આખરે દક્ષિણમાં પાર્ટીની પ્રથમ સરકાર બનશે.
લિંગાયતને અલગ ધર્મ બનાવવાના પ્રયત્નને એક મોટી ભૂલ ગણવામાં આવશે અને ભવિષ્યમાં હિંદુ ધર્મથી અલગ ધર્મ બનાવવાનો પ્રયત્ન નહીં થાય.
ગત વખતે મુખ્યપ્રધાન રૂપે ક્ષેત્રીય રહેલા યેદિયુરપ્પા આ વખતે કેન્દ્રીય નેતૃત્વના હિસાબે કામ કરશે.
જો ભાજપ હારશે તો...
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની મુશ્કેલી વધી જશે.
2019ની લોકસભા ચૂંટણીમાં મોદીની અપરાજય છબિ તૂટશે. વિપક્ષની એકતા મજબૂત વધશે.
બી એસ યેદિયુરપ્પાનું રાજકીય કેરિયર ખતમ થઈ શકે છે.
ચંદ્રાબાદૂ નાયડૂ પહેલા જ એનડીએનો સાથ છોડી ચૂક્યા છે. શિવસેના વિરોધ કરી રહ્યું છે. બીજા સહયોગી દળનો વિરોધ જોવા મળશે.
દક્ષિણ ભારત માટે ભાજપે નવી શરૂઆત કરવી પડશે.