કર્ણાટક ચૂંટણીઃ જો કોંગ્રેસનો વિજય થશે તો જીતનો જશ રાહુલ ગાંધીને મળશે?
કર્ણાટક ચૂંટણીની 222 સીટો માટે શનિવારે સાંજે 6 કલાકે મતદાન સંપન્ન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તો તેને આ પાંચ ફાયદા થશે અને હારશે તો આ પાંચ મોટા નુકસાન થશે.
નવી દિલ્હીઃ કર્ણાટક ચૂંટણીની 222 સીટો માટે શનિવારે સાંજે 6 કલાકે મતદાન સંપન્ન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તો તેને આ પાંચ ફાયદા થશે અને હારશે તો આ પાંચ મોટા નુકસાન થશે. વાંચો...
કોંગ્રેસ જીતે તો
રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર કોંગ્રેસને મોટી જીત મળશે. નેતૃત્વ પરિવર્તનને શુભ સંકેત માનવામાં આવશે. સંગઠન પર રાહુલની પકડ મજબૂત થશે.
વિપક્ષના જે નેતા હજુ પણ રાહુલના નામ પર સહમત નથી, તેને પણ રાહુલને વિપક્ષના નેતા માનવા પડશે.
રાહુલ ગાંધી સંગઠનમાં ફેરફાર કરી શકશે.
કર્ણાટક જેવા આર્થિક રૂપથી સંપન્ન રાજ્યમાં સરકાર યથાવત રહેવાથી 2019ની ચૂંટણીમાં પાર્ટીને ફંડ ઉપલબ્ધતાની સમસ્યાથી બચી જશે.
સિદ્ધારમૈયા રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસના પછાત વર્ગના ચહેરાના રૂપમાં ઉભરશે.
જો કોંગ્રેસ હારશે તો
પાર્ટી પોતાના સવા સો વર્ષના ઇતિહાસના સૌથી ખરાબ સમયમાં પહોંચી જશે.
છેલ્લા થોડા સમયમાં પેટાચૂંટણીમાં મળેલી જીત અને ગુજરાતમાં શાનદાર લડાઈથી મળેલું માનસિક બળ ખતમ થઈ જશે.
2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલનો વિપક્ષનો વડાપ્રધાન પદ્દનો ચહેરો બનવાની આશા ધોવાઈ જશે.
ક્ષેત્રીય પાર્ટીઓ સાથે ગઠબંધનમાં કોંગ્રેસ વાટાઘાટોની શક્તિ ઓછી થશે.
પાર્ટીના વરિષ્ઠ નેતા તેના કામમાં હસ્તક્ષેપ કરવા લાગશે. ઘણા રાજ્યોમાં અસંતુષ્ઠ કોંગ્રેસી પાર્ટી છોડી શકે છે.