બેંગલુરુઃ કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે કેટલાય અઠવાડિયાથી લાપતા કોંગ્રેસના ચાર અસંતુષ્ટ ધારાસભ્યો બુધવારે અચાનક વિધાનસભામાં પ્રગટ થયા હતા. બે દિવસ પહેલા જ વિધાનસભા અધ્યક્ષ કે.આર. રમેશ કુમારે તેમને ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી. આ ધારાસભ્યો છેલ્લા કેટલાક દિવસથી પક્ષને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. તેમણે 18 જાન્યુઆરી અને 8 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ ધારાસભ્ય મંડળની બેઠકમાં ભાગ લેવા બહાર પડાયેલા વ્હીપની પણ અવગણના કરી હતી. તેઓ વિધાનસભાના બજેટ સત્રમાં પણ 6 ફેબ્રુઆરીથી આવતા ન હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસંતુષ્ટ ધારાસભ્યો રમેશ જારકિહોલી, ઉમેશ જાધવ, બી. નાગેન્દ્ર અને મહેશ કુમાથાલીએ બુધવારે વિધાનસભા સત્રમાં પણ ભાગ લીધો હતો, જેના કારણે સત્તામાં રહેલા ગઠબંધનને થોડી રાહત મળી હતી. એવું કહેવાય છે કે આ ચારેય ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હતા અને જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારને તોડી પાડવા માટે ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરી રહ્યા હતા. 


વાત એમ છે કે, કેબિનેટમાં ફેરફાર અને 22 ડિસેમ્હબરના રોજ કેબિનેટનું વિસ્તરણ થયા બાદ તેઓ નારાજ થઈ ગયા હતા. એવું કહેવાય છે કે મંત્રીપદ ન મળવાને કારણે આ ધારાસભ્યો નારાજ હતા. 


લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતની 26 બેઠકો, કોણ મારશે બાજી?


જોકે, જારકિહોલીએ જણાવ્યું કે, "હું નિરાશ હતો એ વાત સાચી, પરંતુ પક્ષ વિરોધી ગતિવિધીમાં સામેલ ન હતો. મારી દીકરીના મુંબઈમાં 24 ફેબ્રુઆરીના રોજ લગ્ન છે. આથી હું મારા સગા-સંબંધીઓને મળતો હતો અને લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો."


સિદ્ધારમૈયાએ તેમને ગેરલાયક ઠેરવવા માટે વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી છે તો તેમણે કહ્યું કે, તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે. નાગેન્દ્રએ પણ જણાવ્યું કે, અમે ચારેય એક સાથે છીએ અને સ્વાભાવિક છે કે અમે નિરાશ છીએ. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...