ત્રીજીવાર CM બન્યા યેદિયુરપ્પા, સત્તામાં ક્યારેય પૂરા નથી કર્યા 5 વર્ષ, આ વખતે પણ સસ્પેન્સ યથાવત્
આ ત્રીજીવખત છે, જ્યારે બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકની ગાદી પર પોતાનો કબજો કર્યો છે, પરંતુ તેમનું સીએમના રૂપમાં પોતાનો 5 વર્ષના કાર્યકાળ પૂરો કરવાનું સપનું ક્યારેય પુરૂ થયું નથી.
નવી દિલ્હીઃ કર્ણાટકમાં રાજકીય ગરમીનો પારો આસમાને છે. જ્યાં એક તરફ કોંગ્રેસ અને જેડીએસે કર્ણાટકમાં ભાજપની સરકાર બનાવવાના દાવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા તો સુપ્રીમ કોર્ટ પણ રાતભર સવાલ પર ચર્ચા સાંભળતી રહી. કોર્ટે અસાધારણ રૂપે રાતભર સુનાવણી કરીને યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર પ્રતિબંધ ન લગાવ્યો અને સવાર થતા જ સમયાનુસાર બીએસ યેદિયુરપ્પાએશપથ ગ્રહણ કરી લીધા. આ ત્રીજીવખત છે જ્યારે બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકની ગાદી પર કબજો કર્યો છે. પરંતુ તેમનું સીએમના રૂપમાં પોતાનો 5 વર્ષના કાર્યકાળ પૂરો કરવાનું સપનું ક્યારેય પુરૂ થયું નથી.
8 દિવસ જ નસીબમાં હતો રાજયોગ
યેદિયુરપ્પા કર્ણાટક રાજ્યની શિકારીપુરા વિધાનસભાથી ચૂંટણી લડે અને જીતતા આવ્યા છે. સૌથી પહેલા બીએસ યેદિયુરપ્પાએ વર્ષ 2007માં મુખ્યપ્રધાન પદ્દના શપથ લીધા હતા. પરંતુ તે સમયે માત્ર સાત દિવસ સુધી સીએમ પદ પર રહી શક્યા હતા. લિંગાયત સમાજમાંથી આવતા યેદિયુરપ્પા ચૂંટણી દર ચૂંટણી કર્ણાટકની જનતામાં પોતાની જગ્યા બનાવતા રહ્યાં અને કર્ણાટકની રાજનીતિમાં ચમકતા રહ્યાં. વર્ષ 2007માં કર્ણાટકની રાજનીતિમાં અપસેટ સર્જાયો. યેદિયુરપ્પાના પ્રયાસોથી કોંગ્રેસની સરકાર પાડી દેવામાં આવી અને સત્તામાં જેડીએસ-ભાજપનું ગઠબંધન આવ્યું. જેડીએસ-ભાજપના આ ગઠબંધનમાં થયેલી સમજુતી પ્રમાણે પહેલા કુમાસ્વામીને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા પરંતુ જ્યારે તેમના હટવા અને યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન બનવાનો અવસર આવ્યો તો, સ્થિતિ પલ્ટી ગઈ અને તે માત્ર 7 દિવસ મુખ્યપ્રધાન રહી શક્યા. 12 નવેમ્બર 2007ના દિવસે શપથ લેનારા યેદિયુરપ્પાને 19 નવેમ્બરે રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.
B.S. Yeddyurappa (ફોટો સાભાર: Reuters)
ફરી આપવું પડ્યું રાજીનામું
કર્ણાટકમાં થયેલા આ રાજકીય ખેલ બાદ વર્ષ 2008માં ફરી વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને ભાજપે શાનદાર જીત મેળવી સરકાર બનાવી. આ વખતે યેદિયુરપ્પા ભાજપનો ચહેરો અને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બન્યા. 2008માં ફરી યેદિયુરપ્પા કર્ણાટકના સીએમ બની ગયા પરંતુ આ વખતે પણ સત્તા તેમના નસીબમાં ન હતી. આ વખતે તેઓ ત્રણ વર્ષ અને 2 મહિના સુધી મુખ્યપ્રધાન રહી શક્યા અને પછી રાજીનામું આપીને જેલમાં જવું પડ્યું. કર્ણાટકમાં વિવાદોમાં આવેલા જમીન કૌભાંડથી લઈને ખનન કૌભાંડ સુધી તેમનું નામ સામેલ થયું. ભ્રષ્ટાચારના આરોપમાં યેદિયુરપ્પાને 20 દિવસ માટે જેલમાં જવું પડ્યું.
ભાજપ સાથે પણ તૂટ્યો સંબંધ
જેલમાં ગયા બાદ યેદિયુરપ્પાએ ભાજપમાંથી પોતાનો અલગ માર્ગ કર્યો અને પોતાની પાર્ટી 'કર્ણાટક જનતા પક્ષ' બનાવ્યો. પરંતુ 2014ની લોકસભાની ચૂંટણી પહેલા યેદિયુરપ્પાની ફરી ભાજપમાં વાપસી થઈ. આ વખતે ત્રીજો અવસર છે જ્યારે યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાનના પદ્દ પર પોતાનો કબજો જમાવ્યો છે, પરંતુ ગૃહમાં બહુમત સાબિત કરવાનો બાકી છે. શું આ વખતે પણ યેદિયુરપ્પા મુખ્યપ્રધાન તરીકે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે?
B.S. Yeddyurappa (ફોટો સાભાર : PTI)
શું મળી જશે બહુમતનો જાદુઈ આંકડો?
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે બીએસ યેદિયુરપ્પાને શપથ લેવા પર કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો પરંતુ હજુ તેમનો માર્ગ સરળ નથી. 18 મેએ સવારે 10.30 કલાકે બહુમતના જાદુઈ આંડકાની રાજભવનમાં ભાજપ તરફથી રજૂ કરવામાં આવેલી ચિઠ્ઠી હવે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાની બાકી છે, જેના આધારે ભાજપે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. હવે આ દારોમદાર ભાજપ તરફથી 15-16 મેએ રાજ્યપાલને ભાજપ તરફથી રજૂ કરવામાં આવેલી સમર્થન ચિઠ્ઠી પર ટકી ગયો છે. તેથી મોટો સવાલ ઉભો થાય છે કે શું ભાજપ પાસે બહુમત માટે જરૂરી 112 ધારાસભ્યોનું સમર્થન છે? આ સવાલ તે માટે મહત્વનો છે કારણે કે, કોંગ્રેસના 78 અને જેડીએસના 38 એમ કુલ 117 ધારાસભ્યોનો સમર્થન પત્ર 16 મેએ રાજ્યપાલને આપ્યો હતો. જેમાં એક અપક્ષ ધારાસભ્યનું પણ સમર્થન છે.