નવી દિલ્હી : કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને સરકાર બનાવવા જઇ રહી છે. પરંતુ સરકાર બને એ પૂર્વે કોંગ્રેસ સામે મુશ્કેલીઓ આવવા પામી છે. કોંગ્રેસના નેતાઓ આ સરકારમાં પોતાનો બરોબરનો હક માંગી રહ્યા છે તો બીજી તરફ લિંગાયત ચહેરાને લઇને પણ ઉગ્ર વિવાદ ખડો થયો છે. આ બધા વચ્ચે એચ ડી કુમારસ્વામી સોમવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરનાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિંગાયત સમુદાયના સંગઠન અખિલ ભારત વીરશૈવ મહાસભાના નેતા એન તિપ્પાનાએ પત્ર લખીને કોંગ્રેસ ધારાસભ્ય શમનૂર શિવશંકરપ્પાને ડેપ્યૂટી સીએમ બનાવવાની માંગ કરી છે. ઇન્ડિયા ટૂડેના અનુસાર, તિપ્પાનાએ કહ્યું કે, ભાજપમાં જવાની પણ એમને ઓફર મળી છે. પરંતુ તે કોંગ્રેસ પાર્ટી છોડીને નહીં જાય, એવામાં પાર્ટી એમને ડેપ્યૂટી મુખ્યમંત્રી બનાવે. 


આ પહેલા કોંગ્રેસે દલિત કાર્ડ ખેલતાં જી પરમેશ્વરને ઉપ મુખ્યમંત્રી પદના દાવેદાર બનાવ્યા હતા. એવામાં લિંગાયત સમુદાયની માંગ આ ગઠબંધન માટે પરેશાની બની શકે છે. આ વખતે કોંગ્રેસ ચૂંટણી પહેલા લિંગાયતને અલગ ધર્મ બનાવવાનો પ્રસ્તાવ મોકલી ચૂકી છે. પરંતુ ચૂંટણીમાં એનો ફાયદો એને મળ્યો નથી. જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસના 18 લિંગાયત ધારાભ્યો ચૂંટાયા છે. 


શમનૂર શિવશંકરપ્પા કર્ણાટકની દાવણગેરે બેઠકથી વિજેતા થયા છે. અમણે ભાજપના યશવંતરાવ જાધવને હરાવ્યા છે. અખિલ ભારતીય વીરશૈવ મહાસભાના તે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. એમણે સિધ્ધારમૈયાના આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જેના આધારે લિંગાયત સમુદાયને અલ્પસંખ્યક સમુદાયનો દરજ્જો આપવાનો હતો. જોકે બાદમાં એમણે પોતાના મતભેદોને ભુલાવી કોંગ્રેસની ટિકિટથી ચૂંટણી લડી હતી અને વિજયી થયા હતા.