નવી દિલ્હીઃ કર્ણાટકની શાળા-કોલેજોમાં બિજાબના વિવાદે મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવે કર્ણાટકની સ્કૂલ-કોલેજોમાં હિજાબ પર વચગાળાના પ્રતિબંધના હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આદેશને મુસ્લિમ યુવતીઓ સાથે ભેદભાવ ગણાવ્યો છે. સાથે આદેશ પર તત્કાલ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગલુરૂમાં રહેતા મોહમ્મદ આરિફ સિવાય કર્ણાટકની મસ્જિદ, મદરેસાના સંગઠને પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીકર્તા આજે સુપ્રીમ કોર્ટ પાસે સુનાવણીની માંગ કરી રહ્યાં છે. 


કર્ણાટક હાઈકોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું
કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર સુનાવણી કરતા ગુરુવારે આદેશ આપ્યો હતો કે અંતિમ આદેશ સુધી વિદ્યાર્થીઓ માટે કોઈપણ ધાર્મિક પ્રતીકની મંજૂરી નથી. કોર્ટના આ વચગાળાના આદેશ બાદ હવે શાળા-કોલેજોમાં હિજાબ અને કેસરી ગમછા બંનેનો ઉપયોગ બંધ કરવો પડશે. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ ખાજી જયાબુન્નેસા મોહિઉદ્દીને વચગાળાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, "અમે હિજાબ વિવાદના મામલામાં વચગાળાનો આદેશ પસાર કરવા માંગીએ છીએ. અમે દરરોજ આ મામલે સુનાવણી કરીશું."


સુનાવણી દરમિયાન, અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ રજૂઆત કરી હતી કે કર્ણાટક સરકારને 1983ના કર્ણાટક એજ્યુકેશન એક્ટ મુજબ યુનિફોર્મ પર નિયમો બનાવવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે ગણવેશ અંગેના નિયમો કોલેજ વિકાસ સમિતિ (CDC) અને શાળા વિકાસ અને વ્યવસ્થાપન સમિતિ (SDMC) દ્વારા ઘડવામાં આવી શકે છે. કલમ 25(1) મુજબ, હિજાબ પહેરવો એ ધાર્મિક અધિકાર છે. તેમણે કહ્યું કે શીખોને ગુપ્તીસ (ખંજર) વહન કરવાની છૂટ છે અને તેમને હેલ્મેટ પહેરવાથી મુક્તિ આપવામાં આવી છે.


હિજાબ માટે દલીલ કરનારા અરજદારોએ કહ્યું કે વિદ્યાર્થિનીઓ માટે હિજાબ પહેરવામાં કોઈ નુકસાન નથી. હિજાબ એ મૂળભૂત અધિકાર છે અને તેનાથી અન્ય લોકોને કોઈ સમસ્યા થતી નથી, તેથી તેમને એક જ રંગનો હિજાબ પહેરવાની છૂટ આપવી જોઈએ. કર્ણાટક રાજ્ય કેન્દ્ર સરકારને સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. મોટા ભાગના સ્ટાર્ટઅપ્સ અહીં આવે છે અને આ પગલાં રાજ્યને બદનામ કરશે. કપડાના કલર અને ધર્મના આધાર પર ભેદભાવ કરવો જોઈએ નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube