બેંગ્લુરુ/નવી દિલ્હી: કર્ણાટક સરકાર પર તોળાઈ રહેલું સંકટ વધુ ગાઢ થતુ જાય છે. રવિવારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અમેરિકાથી બેંગ્લુરુ પહોંચ્યા. અહીં તેમણે પોાતની પાર્ટીના ધારાસભ્યો સાથે હોટલમાં મીટિંગ કરી. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા જી પરમેશ્વરની સાથે પણ તેમની મીટિંગ થઈ પરંતુ કોઈ સ્પષ્ટ પરિણામ આવ્યું નથી. આ બાજુ મુંબઈ ગયેલા 10 ધારાસભ્યોએ બેંગ્લુરુ પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓ રાજીનામા પર અડીખમ છે. હવે સોમવારે જી પરમેશ્વરે સરકારમાં સામેલ તમામ કોંગ્રેસના મંત્રીઓને બ્રેકફાસ્ટ પર બોલાવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ મંત્રીઓને રાજીનામા આપવાનું કહી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં એવું કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ પોતાના મંત્રીઓ પાસેથી રાજીનામા લઈને મુંબઈમાં રીસાઈને બેઠેલા ધારાસભ્યોને મંત્રી પદની ઓફર આપીને પાછા બોલાવી શકે છે. આ સંકટ પાછળ સૌથી મોટું કારણ અસંતોષ છે. અનેક ધારાસભ્યો લાંબા સમયથી મંત્રી બનાવવાની માંગણી કરી રહ્યાં હતાં. જ્યારે તેમની વાત ન સાંભળવામાં આવી તો વિદ્રોહ ભડકી ગયો. 


કર્ણાટક  કોંગ્રેસે ધારાસભ્યોની બેઠક બોલાવી
કર્ણાટક કોંગ્રેસે પાર્ટીના નવ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાદ આ સંકટને દૂર કરવા માટે 9મી જુલાઈએ તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ અગાઉ કોંગ્રેસના એક ધારાસભ્ય આનંદ સિંહ (વિજયનગર)એ એક જુલાઈના રોજ રાજીનામું આપી દીધુ હતું. જેથી કરીને હવે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 10 થઈ ગઈ છે. 


કોંગ્રેસ પ્રવક્તા રવિ ગૌડાએ  કહ્યું કે કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયાએ તમામ ધારાસભ્યોને નિર્દેશ આપ્યા છે કે તેઓ મંગળવારે સવારે 9.30 વાગે વિધાનસભા ભવનના કોન્ફરન્સ હોલમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરે. જેમાં શનિવારનું રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્યોની ચિંતાઓ પણ સામેલ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...