આપણા મુસ્લિમોની દુકાન ખુલ્લી છે તો હિંદુઓને ત્યાંથી કેમ સામાન ખરીદ્યો? મહિલાઓને ધમકી
કર્ણાટકનાં દાવણગેરે જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવી રહ્યો છે. અહીં કેટલાક લોકો હિંદુઓની દુકાનમાંથી સામાન ખરીદવા બદલ મુસ્લિમ મહિલાઓને ધમકાવી રહ્યા છે. આ મુદ્દે કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જો કે આ વીડિયોના કારણે બેંગ્લુરૂ સહિત સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે. લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.
બેંગ્લુરૂ : કર્ણાટકનાં દાવણગેરે જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવી રહ્યો છે. અહીં કેટલાક લોકો હિંદુઓની દુકાનમાંથી સામાન ખરીદવા બદલ મુસ્લિમ મહિલાઓને ધમકાવી રહ્યા છે. આ મુદ્દે કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જો કે આ વીડિયોના કારણે બેંગ્લુરૂ સહિત સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે. લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં હિંદુ દૂકાનમાંથી સામાન ખરીદીને કેટલીક મુસ્લિમ મહિલાઓ પરત ફરી રહી છે. ત્યારે અચાનક કેટલાક લોકો તે મહિલાઓ સાથે ગાળા ગાળી કરે છે. વીડિયોમાં આ ગુંડાઓ મુસ્લિમ મહિલાઓને કહી રહ્યા છે કે, આપણા મુસ્લિમ ભાઇઓની દુકાન ખુલ્લી છે છતા પણ તમે હિંદુઓની દુકાનમાંથી સામાનની ખરીદી શા માટે કરી રહ્યા છો.
વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, રમઝાનનાં પવિત્ર મહિનામાં જે પ્રકારે હિંદુઓની માલિકીવાળી એક લોકપ્રિય કપડાની દુકાન બીએસ ચન્નબસપ્પા એન્ડ સન્સમાંથી બુરખો પહેરેલી કેટલીક મુસ્લિમ મહિલાઓ બહાર નિકળે છે અને ત્યારે જ કેટલાક લોકોનું ટોળુ તેમના પર આક્રમક થઇ જાય છે. તેમને ચારે તરફથી ઘેરીલેવામાં આવે છે અને લોકો સવાલો પુછવાનાં નામે તેમને ડરાવવા લાગે છે.
આ ઉપરાંત કેરસિયા રંગની બેગમાં સામાન લેવા અંગે પણ મહિલાઓ સાથે ગેરવર્તણુંક કરવામાં આવે છે. આ સમગ્ર મુદ્દે જિલ્લા પોલીસ અધિક્ષકે Zee News ને જણાવ્યું કે, આ મુદ્દે 2 લોકોની ધરપકડ કરી લેવામાં આી છે. તેમણે કહ્યું કે, આ ઘટના 2 દિવસ પહેલા શનિવારની છે. આ મુદ્દે તપાસ ચાલી રહી છે.