Prajwal Revanna Scandal : લોકસભા ચૂંટણી સમયે જ કર્ણાટકની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી રહી છે. પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાના પૌત્રનું નામ વિવાદમાં આવતા ખળભળાટ મચ્યો છે. એચ. ડી. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના સામે  મોટા આરોપ લાગ્યા છે. તેમના કામ કરતી મહિલા કૂક એએચ. ડી. રેવન્નાએ શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ કર્યો છે. સાથે જ સાંસદ પ્રજ્વલ રેવન્ના કૂકની દીકરી સાથે વીડિયો કોલમાં અશોભનીય વાતો કરતા હોવાનો દાવો કરાયો છે. આ ફરિયાદ બાદ કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, પ્રજ્વલ રેવન્ના હાલ હાસનથી જેડીએસના સાંસદ છે. અને આ આ વખતે પણ ફરી ચૂંટણી લડી રહ્યા છે. જો કે, સ્કેન્ડલ ચર્ચામાં આવતા પ્રજ્વલ દેશ છોડીને ભાગ્યા હોવાની ચર્ચા છે. રેવન્ના પર મહિલાઓના શોષણ અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી વીડિયો ઉતારવાનો આરોપ છે. હાલ આવી અનેક વીડિયો ક્લિપ બહાર આવી છે. જેને કારણે કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. કર્ણાટકની એસઆઇટી હાલ પ્રજ્વલ રેવન્નાની શોધખોળ કરી રહી છે, એવા અહેવાલો સામે આવ્યા છે કે તમામ સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યા બાદ રેવન્ના ચૂંટણીને અધુરી છોડીને જર્મની ભાગી ગયા છે, આશરે એક હજાર જેટલી વીડિયો ક્લિપ બહાર આવી છે. જેમાં રેવન્નાનું નામ ઉછળ્યું છે.   


રૂપાલા બાદ ધાનાણીએ નવો વિવાદ ઉભો કર્યો, પાટીદારો અને બાપુઓને કહ્યાં હરખ પદુડા


પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને હસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના પર એક મહિલાએ જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. કથિત જાતીય સતામણી સાથે સંબંધિત તેના ઘણા વાંધાજનક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન, ભાજપના એક નેતાએ દાવો કર્યો છે કે તેમણે ડિસેમ્બર 2023માં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને કહ્યું હતું કે તેને સરકારી અધિકારીઓ સહિત મહિલાઓના જાતીય કૃત્યોના લગભગ 3,000 અશ્લીલ વીડિયો સાથેની પેન ડ્રાઈવ મળી છે. જેનો ઉપયોગ પ્રજ્વલ રેવન્ના દ્વારા મહિલાઓને આવી પ્રવૃતિઓમાં સામેલ રાખવા માટે કરવામાં આવતો હતો.


પ્રજ્વલ રેવન્નાના 1 હજારથી વધુ સેક્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. દરમિયાન કર્ણાટકના હોલેનારસીપુરા શહેરની 47 વર્ષીય મહિલાએ રવિવારે પૂર્વ મંત્રી એચડી રેવન્ના અને હસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર હોલેનરસીપુરાથી ચૂંટણી લડી રહેલા દેવરાજે ગૌડાએ 8 ડિસેમ્બર, 2023ના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રને પત્ર લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, પ્રજ્વલ રેવન્ના સહિત એચડી દેવગૌડા પરિવારના ઘણા નેતાઓ પર ગંભીર આરોપો છે, આ સાથે તેણે કહ્યું કે પેન ડ્રાઈવમાં કુલ 2,976 વીડિયો હતા અને તેમાં કેટલીક મહિલાઓને બતાવવામાં આવી હતી. ફૂટેજ સરકારી અધિકારીઓના હતા. આ વીડિયો દ્વારા મહિલાઓને બ્લેકમેલ કરીને સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સામેલ કરવામાં આવતી હતી.


અપમાનનો બદલો! રાહુલ ગાંધીની પાટણમાં સભા પહેલા ક્ષત્રિયોનો વિરોધ, કાળા વાવટા ફરકાવ્યા


મહત્વનું છે કે, રેવન્ના JDSનો સાંસદ છે. જે કર્ણાટકમાં ભાજપની સહયોગી પાર્ટી છે. બીજી તરફ ખૂદ આરોપી પ્રજ્વલ રેવન્નાએ પણ ફરિયાદ દાખલ કરાવી છે અને દાવો કર્યો છે કે વાયરલ થઇ રહેલા વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. જોકે આ ફરિયાદ દાખલ કરાવીને તેઓ જર્મની જતા રહ્યા હતા. જ્યારે ભાજપના રાજ્યના પ્રવક્તા એસ. પ્રકાશે કહ્યું હતું કે એક પાર્ટી તરીકે અમારે આ વીડિયો સાથે કઇ લેવાદેવા નથી.