મંડ્યા : કર્ણાટકના મંડ્યાનો મોટી દુર્ઘટના થઇ છે. અહીં શનિવારે પાંડવપુરા તાલુકામાં કનાગમરાડીની નજીક એક બસ નહેરમાં ખાબકી હતી. જેમાં 25 લોકોનાં મોત નિપજ્યા હતા. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ઠાર મરાયેલા લોકોમાં મોટા ભાગનાં શાળાનાં બાળકો હતા. તમામ બાળકો શાળાથી હાફ ડેમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં આ દુર્ઘટનાં થઇ હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી કુમાર સ્વામીએ દુર્ઘટનાં અંગે દુખ વ્યક્ત કર્યું છે અને પોતાનાં તમામ પ્લાન રદ્દ કરીને તેઓ ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ડાઇવરે બસ પર પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું. જેના કારણે બસ નહેરમાં ખાબકી હતી. રાજ્યનાં ઉપ મુખ્યમંત્રી જી.પરમેશ્વર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, દુર્ઘટનામાં 25 લોકોનાં મોત નિપજ્યાં છે. મને લાગે છે કે ડ્રાઇવર યોગ્ય રીતે ગાડી નહોતો ચલાવી રહ્યો. અમે આ મુદ્દે વધારે માહિતીની રાહ જોઇ રહ્યા છીએ. 



દુર્ઘટના પ્રસંગે PMO અને રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યો શોક
મંડ્યામાં થયેલી દુર્ઘટના અંગે પીએમઓ દ્વારા ટ્વીટ કરીને દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ભગવાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ આપે. આ દુર્ઘટના અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવાર પ્રત્યેસાંત્વના વ્યક્ત કરી છે. રાહુલે ટ્વીટ કરીને ઘાયલો પણ ઝડપથી સારા થાય તે માટે કામના કરી હતી.