બેંગલુરૂ: કર્ણાટક (Karnataka) સરકારે શનિવારે પ્રી-યુનિવર્સિટી કોલેજો (PUC) અને સ્કૂલોમાં ધોરણ 10 સુધીના ક્લાસ ફરીથી ખોલવા (School Reopen) અને પોતાના મુખ્ય વિદ્યાગામા કાર્યક્રમ ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 1 જાન્યુઆરીથી ધોરણ 6 થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શિક્ષણ ચાલુ રાખવામાં સક્ષમ બનાવે છે. સ્કૂલ અને કોલેજ કોવિડ 19 મહામારીના કારણે બંધ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 જાન્યુઆરીથી ફરીથી ખુલશે સ્કૂલ
આ નિર્ણય મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa)ની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો, જેમાં રાજ્યની સ્કૂલો અને પીયૂ કોલેજોને ફરી ખોલવા અંગે વિચાર કરવામાં આવ્યો. જાન્યુઆરીમાં લગભગ સાત મહિનાના ગાળા બાદ સ્કૂલ આંશિક રૂપથી ફરીથી ખુલશે. મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાતચીતમા6 કહ્યું કે કોવિડ 19 માટે કર્ણાટક ટેક્નોલોજી સલાહકાર સમિતિએ તેમણે 1 જાન્યુઆરીથી સ્કૂલોને ફરીથી ખોલવાનો સલાહ આપી હતી. 


તેમણે કહ્યું કે 'તેમની ભલામણો પર અમે લગભગ 1 કલાક ચર્ચા કરી અને સર્વસંમત્તિથી 1 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 (બીજી પીયૂસી)વાળા વિદ્યાલયોને ફરીથી ખોલવા અને વિદ્યાગ્રામ કાર્યક્રમના માધ્યમથી ધોરણ 6 થી 9 સુધી વિદ્યાર્થી માટે શિક્ષણની વ્યવસ્થા કરવા પર સહમતિ વ્યક્ત કરી. યેદિયુરપ્પાએ એક ટ્વીટમાં કહ્યું કે 15 દિવસ માટે સ્થિતિની સમીક્ષા બાદ અન્ય ધોરણાના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોને ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Farmers Protest: NDAના સહયોગી Hanuman Beniwal એ ખોલ્યો મોરચો, 2 લાખ ખેડૂતો સાથે કરશે દિલ્હી કૂચ


સ્કૂલમાં કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન
તેમણે કહ્યું કે 'ધોરણ 10 અને બીજું PUC બંને મહત્વપૂર્ણ છે, કારણ કે આ વિદ્યાર્થીઓને  બોર્ડ પરીક્ષાનો સામનો કરવો પડશે. સ્કૂલ અને પીયૂ કોલેજો રાષ્ટ્રીય લોકડાઉનના ઠીક પહેલાં માર્ચથી બંધ છે, જે પહેલાં કોવિડ 19 ના મુકાબલો કરવા માટે લાગૂ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા મંત્રી એસ સુરેશકુમારે કહ્યું કે 1 જાન્યુઆરીએ સ્કૂલ જ્યારે ફરીથી ખુલશે, તો એસએસએલસી અને પીયૂસી પરીક્ષાઓ કોવિડ 19 માપદંડ સંચાલન પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવશે.  

PM Narendra Modi પહોંચ્યા રકાબગંજ ગુરૂદ્વારા, ગુરૂ તેજ બદાદુરના સર્વોચ્ચ બલિદાનને કર્યા નમન


પરિજનોની લેખિત અનુમતિ બાદ સ્કૂલમાં થશે એન્ટ્રી
મંત્રીએ કહ્યું કે જે વિદ્યાર્થી સ્કૂલ અથવા વિદ્યાગામમાં ભાગ લેવા માંગે છે. તેમના વાલીઓને સહમતિ પત્ર આપવું પડશે. વિદ્યાગામા માટે ક્લાસ અઠવાડિયામાં ત્રણ દિવસ આયોજિત કરવામાં આવશે સ્કૂલ પરિસરમાં જ તેનું આયોજન કરવામાં આવશે. એક પ્રશ્નના જવાબમાં કુમારે સ્પષ્ટ કર્યું કે બધા માટે સ્કૂલમાં ભાગ લેવો અનિવાર્ય નથી. જે પોતાના ક્લાસ ઓનલાઇન રાખવા માંગે છે તે ચાલુ રાખી શકે છે. 


મંત્રીએ કહ્યું કે વિદ્યાગામા સરકારનો એક પેટેંટ કાર્યક્રમ નથી અને તેને કોઇપણ ખાનગી ખાનગી દ્વારા પુનરાવર્તિત કરી શકાય. તેમણે કહ્યું કે મને આશા છે કે તે આ કાર્યક્રમને પુનરાવર્તિત કરશે. એક પ્રશન્ના જવાબમાં કુમારે કહ્યું કે રાજ્ય સરકાર આ ધોરણોમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે છાત્રાવાસને ફરીથી ખોલવાની યોજના પણ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube