બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં ભીષણ રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થયા. મંગળવારે સવારે આ દુર્ઘટના ઘટી જેમાં એક પૂરપાટ ઝડપે આવતી ઓડી કાર રસ્તાના કિનારે લાગેલા વીજળીના થાંભલા સાથે ટકરાઈ. આ અકસ્માતમાં ડીએમકે ધારાસભ્યના પુત્ર અને વહુનું મોત નિપજ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આ અકસ્માતમાં તામિલનાડુના હોસુર સીટથી ડીએમકે પાર્ટીના ધારાસભ્ય વાય પ્રકાશના પુત્ર અને પુત્રવધુનું મોત નિપજ્યું છે. વિધાયકે પોતે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે પુત્ર કરુણા સાગર અને પુત્રવધુ બિન્દુના મોત થયા છે. 


આ અકસ્માત બેંગલુરુના મંગલા કલ્યાણનમટપ્પા વિસ્તારમાં થયો હતો. 6 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત નિપજ્યું. અકસ્માતનો ભોગ બનેલી ઓડી Q3 કાર તમિલનાડુના હોસુરના વિધાયકના નામ પર જ રજિસ્ટર્ડ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube