અહો વૈચિત્ર્યમ ! કર્ણાટકમાં ચોરી રોકવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત પહેરાવ્યા ખોખા ...!!!
આ ચોંકાવનારી ઘટના બુધવારની છે અને તેનો ખુલાસો શુક્રવારે સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ માથે ખોખું પહેરીને પરીક્ષા આપતા હોય એવો વીડિયો વાયરલ થયા પછી ઘટના બહાર આવી છે. વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષા આપી રહ્યા હતા.
બેંગલુરુઃ કર્ણાટકમાં પ્રી-યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન ચોરી રોકવા માટે લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓને માથામાં ખોખા પહેરીને પરીક્ષા આપવાની ફરજ પાડવાની ઘટના બહાર આવી છે. એક અધિકારીએ આ માહિતી જાહેર કરી છે. હાવેરી જિલ્લાના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રક્શને ફોન પર જણાવ્યું કે, "ભગત પ્રી-યુનિવર્સિટી કોલેજે એક નોટીસ બહાર પાડીને પોતાના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ચોરીથી રોકાવા માટે ખોખા પહેરાવા બાબતે ખુલાસો માગ્યો છે."
હાવેરી બેંગલુરુથી 335 કિમી દૂર છે. આ ચોંકાવનારી ઘટના બુધવારની છે અને તેનો ખુલાસો શુક્રવારે સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ માથે ખોખું પહેરીને પરીક્ષા આપતા હોય એવો વીડિયો વાયરલ થયા પછી ઘટના બહાર આવી છે. વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષા આપી રહ્યા હતા.
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીઃ ફિલ્મ હસ્તીઓ સાથે પીએમની મુલાકાત
અધિકારીએ જણાવ્યું કે, "કારણ ગમે તે હોય, લેખિત પરિક્ષા દરમિયાન માથા પર ખોખા પહેરવાની ફરજપાડી શકાય નહીં. અમારી તરફથી આવી કોઈ સલાહ આપવામાં આવી નથી કે આવો કોઈ નિયમ પણ નથી."