2 એકરમાં ફેલાયેલા ખેતરમાં ચોરો ત્રાટક્યા, 60 બોરી ભરી લઈ ગયા 2.5 લાખ રૂપિયાના ટામેટાં
ખેડૂતનો આરોપ છે કે 4 જુલાઈની રાત્રે હસન જિલ્લામાં તેના ખેતરમાંથી 2.5 લાખ રૂપિયાના ટામેટાંની ચોરી થઈ હતી. ધારાની નામની એક મહિલા ખેડૂતે આ ટામેટાંનું વાવેતર કર્યું હતું. ટામેટાંના વધી રહેલા ભાવને જોતા ચોરોએ ખેતરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
નવી દિલ્હીઃ વરસાદ અને તોફાનને કારણે મોટી માત્રામાં ટામેટાંનો પાક ખરાબ થયો છે. તેની અસર બજારમાં ટામેટાંની કિંમત પર જોવા મળી રહી છે. ટામેટાંના આસમાને પહોંચેલા ભાવે કિચનનું બજેટ બગાડી દીધુ છે. દિલ્હી-એનસીઆરમાં ટામેટાંની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે.
આ દરમિયાન કર્ણાટકમાંથી ટામેટાંની ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલા ખેડૂતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ખેતરમાંથી અઢી લાખની કિંમતના ટામેટાંની ચોરી થઈ છે. આ કેસ કર્ણાટકના હાસન જિલ્લાનો છે. મહિલા ખેડૂત ધારાણીએ જણાવ્યું કે તેણે લોન લઈને ટામેટાના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ આ ટામેટાં બજારમાં પહોંચે તે પહેલા જ ચોરોએ તેને ખેતરમાંથી સાફ કરી નાખ્યા હતા.
આ પણ વાંચોઃ Uttrakhand: ભારતનું રહસ્યમય તળાવ! જે બદલે છે પોતાનો રંગ, દૂર-દૂરથી જોવા આવે છે લોકો
તેમણે કહ્યું, અમને બીન પાકમાં ભારે નુકસાન થયું છે અને ટામેટાં ઉગાડવા માટે લોન લેવી પડી છે. અમારો પાક સારો હતો અને ભાવ પણ ઊંચા હતા. ધારાણી કહે છે કે ટામેટાંની 50-60 બોરીઓ લેવા ઉપરાંત, ચોરોએ બાકીના ઉભા પાકનો પણ નાશ કર્યો હતો.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube