ભોપાલ : મધ્યપ્રદેશમાં એસસી-એસટી એક્ટના વિરોધમાં પ્રદર્શન સતત વધી રહ્યું છે. રવિવારે ઉજ્જૈનમાં કરણી સેનાના બેનર હેઠળ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને આ એક્ટની વિરુદ્ધ નારેબાજી કરવા લાગ્યા. પ્રદર્શકર્તાઓએ ઘણા સ્થળો પર ઉગ્રપ્રદર્શન કરતા શિવરાજસિંહ ચૌહાણ સરકારના પોસ્ટર વગેરે ફાડ્યા. પ્રદર્શન ઉગ્ર થતું જોઇને પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉજ્જૈનમાં રવિવારે કરણી સેના અને સામાન્ય અને પછાત વર્ગ દ્વારા અનામત અને એસસી-એસટી એક્ટની વિરુદ્ધ આંદોલન કરવામાં આવ્યું. પ્રદેશભરમાં બંન્ને વર્ગોએ હજારો લોકો ઉજ્જૈનનાં નાનખેડા સ્ટેડિયમમાં એકત્ર થયા. સ્ટેડિયમના તમામ લોકો એક રેલીમાં રૂપમાં શહેરના રસ્તાઓ પર નિકળ્યા કરણીસેનાના કાર્યકર્તાઓ રેલીમાં પ્રદર્શન કરતા રાજ્ય સરકારની વિરુદ્ધ નારેબાજી કરી. રેલી નાનખેડા સ્ટેડિયમથી ચાલુ થઇને ટાવર ચોક, ચામુંડા ચોક, દોલતગંજ અને ફાજલપુરાથી થતા ચિમનગંજ બજાર સુધી પહોંચી. 

પ્રદર્શનકર્તાઓ આર્થિક આધાર પર અનામતની માંગ કરી રહ્યા હતા. કરણીસેનાના લોકો ભગવા ઝંડા સાથે હતા અને તેમણે કાળા કપડા પહેર્યા હતા. સેનાએ દાવો કર્યો કે તેમની આ રેલીમાં 500 બસ, 5000 કાર સહિત હજારો બાઇક સવારોએ ભાગ લીધો હતો. જ્યારે રેલી ટાવર ચોક પર પહોંચી તો સેનાના કેટલાક કાર્યકર્તાઓએ ટાવર ચોક પર લાગેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પોસ્ટર ફાડ્યા હતા. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. પ્રદર્શનકર્તાઓએ ભાજપની સાથે જ કોંગ્રેસની વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા.