નવી દિલ્હી : પાકિસ્તાન સ્થિત કરતારપુર કોરિડોરના ઉદઘાટન સમારોહ પહેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સીધેસીધું કહી દીધુ કે, તેના ખૂલી જવાથી એવું નથી કે, બંને દેશોની વચ્ચે વાતચીત શરૂ થઈ જાય. કેમ કે, અંતર અને વાતચીત એકસાથે નથી થઈ શક્તા. તેમણે એમ પણ કહ્યું કે, ભારત સરકાર કરતારપુર કોરિડોર શરૂ કરવા માટે અનેક વર્ષોથી પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ પાકિસ્તાને હવે જઈને સકારાત્મક વલણ અપનાવ્યું છે. સુષ્મા સ્વરાજનું નિવેદન એવી ચર્ચાઓની વચ્ચે આવ્યુ છે, જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે, પાકિસ્તાન સાર્ક શિખર સંમેલન માટે  ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ મોકલી શક્તુ હતું. સુષ્મા સ્વરાજના નિવેદનથી સ્પષ્ટ છે કે, ભારત આ પ્રકારના કોઈ આમંત્રણને સ્વીકારના મૂડમાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ, પાકિસ્તાનના કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતના ગુરુદાસપૂર જિલ્લામા આવેલ ડેરા બાબા નાનક સાથે જોડવાનાર કોરિડોરનો પાયો ત્યાના વડાપ્રધાન ઈમરાન ખાન બુધવારે રાખવાના છે. તેનાથી ભારતીય શીખ શ્રદ્ધાળુઓને વીઝા વગર આવનજાવનની સુવિધા મળી શકશે. પાકિસ્તાનના આ કાર્યક્રમ માટે ભારતના 25 પત્રકારોનું ગ્રૂપ આમંત્રિત કર્યુ છે. આ મામલે કૂટનીતિક કોરિડોરમાં ચર્ચા છે કે, કરતારપુર કોરિડોરના માધ્યમથી પાકિસ્તાન બંને દેશોની વચ્ચે સંબંધોમાં જામી ગયેલ બરફને પીગળાવવાનો પ્રયાસ કરી શકે છે. આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યુ કે, તે સાર્ક સંમેલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરશે. 


ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતે પહેલા જ પાકિસ્તાનના આ પ્રકારના દેખાવને નકારતા કહ્યું કે, પાકિસ્તાન એકતરફી નિર્ણય લઈને આ રીતે કોઈને આમંત્રિત નથી કરી શક્તુ. ઉલ્લેખનીય છે કે, 2016ના સાર્ક શિખર સંમેલનનું આયોજન બંને દેશોના સખત સંબંધોને કારણે થઈ શક્યુ નથી. 


આ મામલે કહેવામાં આવી રહ્યુ છે કે, સાર્ક શિખર સંમેલનનું આયોજ ત્યારે જ શક્ય છે, જ્યારે તમામ સદસ્ય દેશ તેના માટે સહમતિ બતાવે. સંમેલન માટે સદસ્યો વચ્ચે તારીખો નક્કી થયા બાદ જ નિમંત્રણ મોકલી શકાય છે. આ સંબંધમાં ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સૂત્રએ જણાવ્યું કે, ભારત સાર્ક શિખર સંમેલનમાં વિશેષ આમંત્રિત સદસ્ય નથી, જેને કારણે પાકિસ્તાન તેને આમંત્રિત કરી શકે છે. ભારત સાર્ક પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે. તમામ સદસ્ય દેશોની સહમતિથી જ સાર્ક સંમેલનની તારીખ નક્કી કરવામા આવે છે. પંરતુ આવું થયું નથી. 


સૂત્રોના જણાવ્યા અનુસાર, કરતારપુર કોરિડોરના ઉદઘાટન દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન ભારતીય પત્રકારો સાથે વાતચીચ કરી શકે છે અને કૂટનીતિક ચતુરાઈ બતાવવા માટે સંમેલનના આયોજનનું કાર્ડ પોતાની તરફ ખેલી શકે છે.