નવી દિલ્હીઃ કાર્તિક પૂર્ણીમા 2019નું પર્વ આજે દેશભરમાં ધૂમધામથી મનાવાઈ રહ્યું છે. ગંગા, સરયુ, નર્મદા અને યમુના સહિત દેશની વિવિધ પવિત્ર નદીઓમાં લાખો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. આજના દિવસે અનેક લોકો વ્રત રાખે છે અને ધાર્મિક સ્થળો, મંદિરોમાં પહોંચીને પૂજા-અર્ચના કરે છે. એવી માન્યતા છે કે, ચતુર્માસના વિશ્રામ બાદ ભગવાન કાર્તિક પૂર્ણિમાના દિવસે જાગૃત અવસ્થામાં હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો પૂર્ણિમાના ચાર દિવસ પહેલા દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે, પરંતુ તેમના જાગૃત અવસ્થામાં હોવાની પૂર્ણિમા કાર્તિક પૂર્ણિમા છે, જેનું વ્રત, પૂજા અને સ્થાન-દાન માટે વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. 


અયોધ્યામાં કાર્તિક સ્નાનમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સરયુ નદીમાં ડુબકી લગાવી રહ્યા છે. આજના દિવસે સરયુ નદીમાં સ્નાન કરવાથી જન્મ-જન્માંતરના પાપનો નાશ થાય છે અને મોક્ષની પ્રપ્તી થાય છે. દેશના ખૂણે-ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓ સરયુ નદીમાં સ્નાન કરીને રામ જન્મભૂમિ પહોંચીને રામલલાના દર્શન કરી રહ્યા છે. જિલ્લા તંત્રએ અયોધ્યાના કાર્તિક મેળામાં આવેલા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માટે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી છે.


જનપદ ગાઝીપુરના ગંગા ઘાટો પર પણ આજે શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળી રહી છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકો મા ગંગામાં સ્નાન કરીને પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. સ્નાન કર્યા પછી દાન પુણ્યનું પણ ઘણું મહત્વ છે. ગંગામાં સ્નાન કરવા માટે હરિદ્વારમાં શ્રદ્ધાળુઓની પણ મોટી ભીડ ઉમટી પડી છે. હર કી પૈડી સહિત તમામ ગંગા ઘાટો પર સવારથી જ ભક્તોની મોટી ભીડ છે. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....