નવી દિલ્હી: દ્રમુક નેતા એમ કરુણાનિધિનું પાર્થિ શરીર હાલ રાજાજી હોલમાં રાખવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં લોકો પોતાના નેતાના અંતિમ દર્શન કરવા માટે પહોંચી રહ્યાં છે. આજે બપોરે અચાનક ભીડ વધી જતા પોલીસ માટે તેમને કાબુમાં કરવા મુશ્કેલ બની રહ્યું હતું. આ દરમિયાન ભીડને વેરવિખેર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. લાઠીચાર્જમાં 2ના મોત થયા છે જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, મુખ્યમંત્રી કે.પલનીસ્વામી, ડે.સીએમ ઓ. પનીરસેલ્વમ, સામેલ રહ્યાં. વિભિન્ન ક્ષેત્રો સાથે જોડાયેલા નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય લોકોએ દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી. તામિલનાડુ વિધાનસભા અધ્યક્ષ પી.ધનપાલ, મત્સ્યપાલન મંત્રી ડી.જયકુમાર, લોકસભાના ઉપાધ્યક્ષ એમ.થમ્બીદુરાઈ અને અન્ય નેતાઓએ પણ દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી. 



મમતા બેનરજીએ પણ આપી શ્રદ્ધાંજલિ
કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં મમતા બેનરજી પણ  સામેલ રહ્યાં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મંગળવારે રાતે જ ચેન્નાઈ પહોંચી ગયા હતાં. કરુણાનિધિના પાર્થિવ શરીરને રાજાજી હોલમાં લાવતા પહેલા બુધવારે વહેલી સવારે ગોપાલપુરમ ખાતેના તેમના ઘરે લઈ જવાયું હતું, જ્યાં સંબંધીઓએ અંતિમ દર્શન કર્યાં. 



પાંચ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા કરુણાનિધિના પાર્થિવ શરીરને રાષ્ટ્રીય ધ્વજમાં લપેટવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે રાષ્ટ્રીય ધ્વજ બુધવારે તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિના સન્માનમાં અડધો  ઝૂકેલો રહેશે.



તામિલનાડુ સરકારે બુધવારે કરુણાનિધિના સન્માનમાં શાળાઓ અને રાજ્ય સરકારના કાર્યાલયમાં રજા જાહેર કરી છે. ખાનગી બસ ઓપરેટરોએ ચેન્નાઈથી બુધવાર સાંજ સુધી પોતાની સેવાઓ સ્થગિત રાખી છે. જો કે રાજ્યના વિભિન્ન હિસ્સાના લોકો પરિવહનના અન્ય સાધનોનો ઉપયોગ કરીને ચેન્નાઈ પહોંચી રહ્યાં છે.