વારાણસીમાં PM સાથે થશે સુશાસન પર ચર્ચા, કાશીમાં હાજર રહેશે 11 રાજ્યોના CM
PM Modi To Inaugurate Kashi Vishwanath Corridor: તમામ મુખ્યમંત્રી આ કાર્યક્રમ બાદ બસથી અયોધ્યા જશે અને ત્યાં રામલલાના દર્શન કરશે.
નવી દિલ્હીઃ PM Modi To Inaugurate Kashi Vishwanath Corridor: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 13 ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરશે. આ ઐતિહાસિક અવસર પર વારાણસી (Varanasi) માં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ આવી રહ્યાં છે. વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુડ ગવર્નેંસ પર ચર્ચા થશે.
તમામ રાજ્યના મુખ્યમંત્રી આ કાર્યક્રમ બાદ બસથી અયોધ્યા જશે અને ત્યાં રામલલાના દર્શન કરશે. આ પ્રથમ અવસર હશે જ્યારે અનેક રાજ્યના મુખ્યમંત્રી એક સાથે કાશીમાં ભેગા થશે. 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ ધામને ભક્તોને સમર્પિત કર્યા બાદ પ્રધાનમંત્રી 14 ડિસેમ્બરે તમામ મુખ્યમંત્રીઓ સાથે સંમેલન કરશે. પ્રધાનમંત્રી મોદી આ સંમેલનમાં મુખ્યમંત્રીઓને સુશાસન પર મંત્ર આપશે.
આ પણ વાંચોઃ 'હિન્દુઓને સત્તામાં લાવવાના છે', રાહુલના નિવેદન પર ઓવૈસીનો સવાલ- શું આ 'સેક્યુલર' એજન્ડા છે?
15 ડિસેમ્બરે તમામ મુખ્યમંત્રી રામનગરી પણ જશે
તમામ મુખ્યમંત્રી 15 ડિસેમ્બરે શિવની નગરી કાશીથી રામની નગરી અયોધ્યા પણ જશે. ભાજપ શાસિત 11 રાજ્યોના મુખ્યા પોતાની પત્નીઓની સાથે રામલલાના દરબારમાં હાજરી આપશે અને પીએમના વોકલ ફોર લોકલ આહ્વાન હેઠળ અયોધ્યાની સ્થાનીક બજારમાં ખરીદી પણ કરશે.
કાશી વિશ્વનાથ ધામ કોરિડોર છે પીએમનો ડ્રીમ પ્રોજેક્ટ
હકીકતમાં કાશી વિશ્વનાથ ધામ કોરિડોર લગભગ બનીને તૈયાર છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેની શરૂઆત તેમણે માર્ચ 2019માં કરી હતી. તેના આશરે પોણા ત્રણ વર્ષ બાદ હવે પીએમ મોદી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરવાના છે. કોરિડોર લોકાર્પણનો કાર્યક્રમ ખુબ ભવ્ય થવાનો છે. હાલમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યુ હતુ કે, શ્રી કાશી વિશ્વનાથ કોરિડોર લોકાર્પણ દરમિયાન એક મહિના સુધી કાશીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube