CRPFની કુર્બાનીનાં કારણે કાશ્મીર ફરીથી પર્યટકોનું સ્વર્ગ બન્યું: વેંકૈયા નાયડૂ
કાશ્મીર સહિત દેશનાં અન્ય અશાંત વિસ્તારમાં સીઆરપીએફનાં શહીદોને યાદ કરતા શાંતિપુર્ણ રીતે અમરનાથ યાત્રા સંપન્ન કરવું સીઆરપીએફનાં કારણે જ બન્યું છે
નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતી એમ. વેંકૈયા નાયડૂએ કહ્યું કે, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ની મહેનત અને કુર્બાનીનાં કારણે જ કાશ્મીર દેશનાં મહત્વનાં પર્યટક સ્થળની પોતાની જુની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી રહ્યા છે. સીઆરપીએફ દ્વારા સોમવારે આયોજીત શહીદ દિવસ પ્રસંગમાં નાયડૂએ કાશ્મીર સહિત દેશનાં અન્ય અશાંત વિસ્તારમાં સીઆરપીએફનાં શહીદોને યાદ કરતા કહ્યું કે, શાંતિપુર્ણ રીતે શ્રીઅમરનાથ યાત્રા સંપન્ન કરાવવી સીઆરપીએફની કુશળતાની કાર્યશૈલીનું પ્રમાણ છે.
લોકશાહીમાં મતપત્ર ગોળી કરતા પણ વધારે શક્તિશાળી હોય છે.
ઉપરાષ્ટ્રપતિએ દેશની એકતા અને અખંડતાને સુનિશ્ચિત કરવામા સીઆરપીએફનાં અમૂલ્ય યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સુરક્ષા દળને દેશની આંતરિક સુરક્ષાને પુખ્તા કરવાની પોતાનાં પડકારપુર્ણ જવાબદારી નિભાવતી રહેશે. નાયડૂએ કહ્યું કે, સીઆરપીએફનાં શોર્ય, સાહસ અને પ્રોફેશનલ કાર્યશૈલીનાં ગોરવપુર્ણ અતીત પર તેને ગર્વ છે અને સુરક્ષાદળ પોતાની આ ખુબીઓને હંમેશા પોતાની સાથે રાખે છે.
આ પ્રસંગે તેમણે અલગતા અને હિંસાનાં પૈરોકારોને શાંતિનો રસ્તો અપનાવવા માટેની અપીલ કરતા અહીં લોકશાહીમાં મતપત્ર ગોળી કરતા વધારે શક્તિશાળી હોય છે માટે જો તમે સત્તામાં આવવા માંગો છો તો હિંસા છોડીને રાજનીતિની મુખ્યધારાાં આવો, ચૂંડણી લડો અને સત્તા પ્રાપ્ત કરી લો.
આ પ્રસંગે સીઆરપીએફની અલગ અભિયાનોમાં સાહસ અને શોર્યનું પ્રદર્શન કરનારા અધિકારીઓ અને સિપાહીઓને શોર્ય પદકથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે સીઆરપીએફનાં મહાનિર્દેશક આર.આર ભટનાગર પણ હાજર હતા. નાયડૂએ પદક વિજેતા અધિકારીઓ અને જવાનોને શુભકામનાઓ પાઠવી હતી.