જમ્મુ-કાશ્મીર: ડોડામાં ભારતીય સેનાના કાફલા પર આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)થી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ડોડાના બટોત વિસ્તારમાં સેનાના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો છે.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)થી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ડોડાના બટોત વિસ્તારમાં સેનાના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો છે. કહેવાય છે કે આતંકીઓએ સેનાના કાફલા પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ ઘટના બાદ કાશ્મીર ખીણમાં 3 આતંકીઓની શોધ ચાલુ છે. આતંકી હુમલા બાદ ડોડામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે અને આતંકીઓની સર્ચ ચાલુ છે.
અત્રે જણાવવાનું કે સૂત્રોએ ઈનપુટ્સના હવાલે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના અને જમાત ઉલ અલ હદીસએ 3 હજારથી 4 હજાર યુવાઓને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં એલઓસી ઓળંગવા માટે તૈયાર કર્યા છે. તેમને એક મહિનો ટ્રેનિંગ અપાઈ છે. જમાત ઉલ અલ હદીસ 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનું નવું ફ્રન્ટલ સંગલન છે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...