Kashmir Terrorist: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સતત આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે ધડાધડ કાર્યવાહી કરી રહ્યા છે. રોજેરોજ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરના અહેવાલો સામે આવે છે. જેમાં આતંકવાદીઓ કાં તો મોતને ભેટે છે અથવા તો કેટલાક આત્મસમર્પણ કરે છે. પરંતુ હવે કાશ્મીરમાંથી એવા સમાચાર સામે આવ્યા છે, જે સેના અને સુરક્ષા દળો માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં સુરક્ષાદળોએ નહીં પરંતુ ગામના લોકોએ બે આતંકવાદીઓને પકડ્યા છે. બંને આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગ્રામજનોએ આતંકીઓને દબોચ્યા
જાણકારો અનુસાર બન્ને આંતકી લશ્કર-એ-તૈયેબા સાથે જોડાયેલા હતા. બન્ને જણાં તુકસાન ગામમાં છૂપાયેલા હતા, ત્યારે ગ્રામના અમુક લોકોએ તેમને ઘેર્યા હતા. આતંકીયોઓ પકડાયા બાદ પોલીસને તેની સૂચના આપવામાં આવી અને બન્ને જણાંની ઘરપકડ કરી લેવામાં આવી હતી. ગ્રામજનોની આ બહાદૂરી માટે ડીજીપીએ તેમણે બે લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube