કાશ્મીર ઘાટીમાં અચાનક 28,000 સુરક્ષાકર્મીઓની તહેનાતી, દેશના ખૂણે-ખૂણેથી જવાનોને કરાઈ રહ્યાં છે એરલિફ્ટ
જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઘાટીમાં સુરક્ષા દળોની 280થી વધુ કંપનીઓ (28000 જવાનો) તહેનાત કરવામાં આવી રહી છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઘાટીમાં સુરક્ષા દળોની 280થી વધુ કંપનીઓ (28000 જવાનો) તહેનાત કરવામાં આવી રહી છે. પીટીઆઈના અહેવાલ મુજબ અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોએ કહ્યું કે સુરક્ષા દળોને શ્રીનગર શહેરના અતિસંવેદનશીલ વિસ્તારોમાં તથા ઘાટીની અન્ય જગ્યાઓ પર તહેનાત કરવામાં આવી રહ્યાં છે. જેમાં મોટાભાગના સીઆરપીએફના જવાનો છે. આ બાજુ એએનઆઈના જણાવ્યાં મુજબ હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સરકારે એરફોર્સ અને આર્મીને પણ હાઈ ઓપરેશનલ એલર્ટ પર મૂક્યા છે.
સૂત્રોએ કહ્યું કે આ પ્રકારે અચાનક 280થી વધુ કંપનીઓ (28,000 સુરક્ષાકર્મીઓ)ને મોડી સાંજે તહેનાત કરવા પાછળ કોઈ કારણ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે શહેરમાં પ્રવેશ અને બહાર નિકળવાના તમામ રસ્તાઓ કેન્દ્રીય અર્ધસૈનિક દળોને સોંપી દેવાયા છે. સ્થાનિક પોલીસની માત્ર પ્રતિકાત્મક હાજરી જ છે. સ્થાનિક રહીશો ગભરાયેલા છે અને તેમણે જરૂરી સામાન ખરીદવાનું શરૂ કરી દીધુ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...