નવી દિલ્હી: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મે હાલ દેશ અને વિદેશમાં ખુબ ધૂમ મચાવી છે. દેશમાં અનેક રાજ્યોએ તેને ટેક્સ ફ્રી પણ કરી છે. જો કે દિલ્હીમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરાવવા મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એક નિવેદને હંગામો મચાવી દીધો છે. વિવાદ છેડાયા બાદ દિલ્હી સરકાર દ્વારા કહેવાયું કે દિલ્હી સરકાર દ્વારા કાશ્મીરી લોકોની મદદ કરવા માટે કાશ્મીરી પ્રવાસી શિક્ષકોને નિયમિત કરવામાં આવ્યા. દિલ્હી સરકારના આ દાવાને હવે કાશ્મીરી શિક્ષકોએ ફગાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્હી: સરકારી શાળા શિક્ષક સંઘ (પ્રવાસી)એ સોમવારે કાશ્મીરી પંડિત શિક્ષકોને નિયમિત કરવાના દિલ્હી સરકારના દાવાને ફગાવતા કહ્યું કે તેમને કોર્ટના હસ્તક્ષેપ બાદ સ્થાયી નોકરી આપવામાં આવી. અત્રે જણાવવાનું કે દિલ્હી વિધાનસભામાં ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે 233 કાશ્મીરી પ્રવાસી શિક્ષકો દિલ્હીમાં વર્ષોથી નિયમિત થવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેઓ કોન્ટ્રાક્ટર પર કાર્યરત હતા. તેમને રાતોરાત ત્યાંથી પલાયન કરવા માટે મજબૂર થવું પડ્યું હતું. તે વખતે તેમની પાસે પ્રમાણ પત્ર લેવાનો સમય જ નહતો. આ કાશ્મીરી શિક્ષકોને પ્રમાણપત્ર રજૂ ન કરવા બદલ હટાવી દેવાની ધમકી પણ અપાઈ હતી. સિસોદીયાએ એમ પણ કહ્યું કે આ તો સીએમ કેજરીવાલ હતા જેમણે તેમનો પક્ષ લઈ તેમની નોકરી નિયમિત કરવાનો નિર્ણય લીધો. સીએમ અરવિંદ કેજરીવાલે એક ખાનગી ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેમની સરકારે કાશ્મીરી પ્રવાસી શિક્ષકોને નિયમિત કર્યા. 


કાશ્મીરી પંડિતોના નરસંહારને યાદ કરીને આ મુસ્લિમ નેતા ચોધાર આંસુએ રડી પડ્યા, જાણો શું કહ્યું?


તે વખતે સિસોદીયાએ એમ પણ કહ્યું કે કેજરીવાલ સમજી ગયા હતા કે તેમના ઘાને ઠીક કરવાની જવાબદારી દેશની છે. જો કે સરકારી શાળા શિક્ષક (પ્રવાસી) સંઘે મનિષ સિસોદીયાના આ દાવાને ફગાવી દીધો. તેમની નિયમિતકરણની ઘટનાઓ વિશે વાત કરતા શિક્ષક સંઘે કહ્યું કે 2010માં કાશ્મીરી પ્રવાસી શિક્ષકોએ આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પાંચ વર્ષ બાદ 2015માં હાઈકોર્ટની સિંગલ જજની પેનલે કાશ્મીરી પ્રવાસી શિક્ષકોના પક્ષમાં ચુકાદો આપ્યો. ત્યારબાદ દિલ્હી સરકારે હાઈકોર્ટની ડબલ બેન્ચમાં પડકાર્યો ત્યારબાદ તેમણે પણ નિયમિત કરવાના નિર્દેશ અપાયા. 


Crime News: માથે મંકી કેપ અને નશેડી ચાલ સાથે કેમ હોટલ પહોંચી ગયા પોલીસ કમિશનર? જાણો શું છે મામલો


સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો અને નિર્દેશ આપ્યો કે શિક્ષકોને નિયમિત કરવામાં આવે. ત્યારબાદ જાન્યુઆરી 2019માં દિલ્હી સરકાર દ્વારા શિક્ષકોને નિયમિત કરાયા હતા. શિક્ષક સંઘે કહ્યું કે આ ઘટનાઓથી એવા સંકેત મળે છે કે દિલ્હી સરકારને કાશ્મીરી પ્રવાસી શિક્ષકોની સેવામાં કોઈ રસ નહતો. વાસ્તવમાં દિલ્હી સરકારે તો છેલ્લે સુધી નિયમિતકરણનો વિરોધ કર્યો. 


(અહેવાલ-સાભાર પીટીઆઈ)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube