શોપિયાંઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓએ સોમવારે સાંજે એક કાશ્મીરી પંડિત પર ફાયરિંગ કર્યુ. ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળતા સ્થળ પર પહોંચેલા સુરક્ષાદળોએ નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે દક્ષિણી કાશ્મીરના શોપિયાં જિલ્લાના ચિત્રાગામમાં સોમવારે સાંજે આતંકીઓએ કાશ્મીરી પંડિત સોનૂ કુમાર બલજી પર ફાયરિંગ કર્યુ. આ હુમલામાં બલજીને ત્રણ ગોળી વાગી છે. ગંભીર સ્થિતિમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


મેડિકલ સ્ટોર સંચાલક સોનૂ કુમાર બલજીએ કાશ્મીરથી પંડિતોના વિસ્થાપન દરમિયાન પણ ઘાટી છોડ્યુ નહીં. બલજી છેલ્લા 30 વર્ષથી કાશ્મીરમાં રહે છે. 


આ સિવાય ઘાટીમાં ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં આતંકીઓએ 7 લોકોને ગોળી મારી છે. આ ઘટનામાં પુલવામામાં 4 બિનસ્થાનીક મજૂર, શ્રીનગરમાં 2 સીઆરપીએફ જવાન અને હવે શોપિયાંમાં એક કાશ્મીરી પંડિત ઈજાગ્રસ્ત થયા છે. 


આ પણ વાંચો- અમિત શાહને ક્યારે આવે છે ગુસ્સો? સંસદમાં ગૃહ મંત્રીએ કર્યો મોટો ખુલાસો


તેને લઈને જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કવિંદર ગુપ્તાએ કહ્યુ કે, એકવાર ફરી ડરનો માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી કાશ્મીરી પંડિતોની ઘાટીમાં વાપસી થઈ શકે નહીં.


આ હાર્ડ કોર ઈસ્લામિક એજન્ડાઃ એસપી વૈદ્ય
કાશ્મીરી પંડિત પર હુમલાની ઘટનાને લઈને જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદ્યનું કહેવુ છે કે આ હાર્ડ કોર ઇસ્લામિક એજન્ડા છે, જેથી સંપૂર્ણ રીતે કાશ્મીરી પંડિતોને ડરાવી શકે અને તે પણ ઘાટી છોડી દે. તેના એક દિવસ પહેલા પણ આ એજન્ડા હેઠળ બિન સ્થાનીક મજૂરો પર હુમલો કરવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube