નવી દિલ્હી: કાશ્મીર ઘાટીમાં ખોટા પ્રોપેગેન્ડાથી અંજાઈને હથિયાર ઉઠાવનારા યુવકોની સમાજમાં પાછા ફરવાની ઘટનાઓથી પરેશાન પાકિસ્તાને આતંકવાદી જૂથોને નવું ફરમાન આપી દીધુ છે. કોઈ યુવકને આતંકવાદી જૂથમાં સામેલ કરતા પહેલા તેની પાસે મોટી આતંકી કાર્યવાહી કરાવો. હાલમાં જ ગુપ્તચર એજન્સીઓને જાણવા મળ્યું છે કે હવે હિજબુલ મુજાહિદ્દીનમાં સામેલ થતા પહેલા દરેક યુવકે કોઈ મોટી વારદાતને અંજામ આપવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાફળું ફાફળું બની ગયું છે પાકિસ્તાન
વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ બની છે કે જેમાં આતંકવાદનો રસ્તો પકડી ચૂકેલા યુવાઓએ હથિયાર છોડીને તેઓ ઘર ભેગા થયા. આ ઘટનાઓએ પાકિસ્તાનને બેચન કરી મૂક્યું છે. આથી તેણે હિજબુલ મુજાહિદ્દીનમાં ભરતી થતા અગાઉ નવી શરત મૂકવાનું કહ્યું છે. આતંકનો રસ્તો પકડી ચૂકેલા યુવાઓને પાછા લાવવા માટે સુરક્ષા દળોની સાથે સાથે આ યુવાઓના પરિજનોની ભૂમિકા પણ મહત્વની હોય છે. 


આતંકીઓની ચાલમાં ફસાતા નથી યુવાઓ
થોડા દિવસ આતંકીઓ સાથે રહેતા જ આ યુવાઓને હકીકત ખબર પડી જાય છે અને તેઓ પાછા ફરવા માંગતા હોય છે. સુરક્ષા દળો આવા જવાનોની સુરક્ષિત વાપસી નિર્ધારીત કરે છે અને તેમને ફરીથી સામાન્ય જીવન જીવવામાં મદદ કરે છે. હિજબુલ મુજાહિદ્દીનમાં સ્થાનિક યુવાઓ હોય છે આથી તેમના માતા પિતા પણ વાપસીની અપીલ કરે છે અને હાલના સમયમાં અનેકવાર જોવા મળ્યું છે કે તેના સારા પરિણામો આવે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...