નવી દિલ્હી: કઠુઆ ગેંગરેપ કેસમાં પઠાણકોટની વિશેષ કોર્ટે સાતમાંથી છ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે એક આરોપી વિશાલ જંગોત્રાને છોડી મૂક્યો છે. બપોર બાદ દોષિતો માટે સજાની જાહેરાત થશે. આ બધા વચ્ચે કોર્ટે જે સાતમા આરોપીને છોડી મૂક્યો તે વિશાલ જંગોત્રાના છૂટકારામાં સીસીટીવીનું એક ફૂટેજ નિર્ણાયક ભૂમિકા ભજવી ગયું. જેના આધારે વિશાલને છોડી મૂકવામાં આવ્યો. ઝી ન્યૂઝે સૌથી પહેલા આ ફૂટેજને બતાવતા કહ્યું હતું કે ઘટના સમયે વિશાલ ત્યાં હાજર નહતો. તેની જગ્યાએ તે મુઝફ્ફરનગરના મીરાપુરમાં હાજર હતો અને ત્યાંના એક એટીએમમાંથી પૈસા કાઢી રહ્યો હતો. એટીએમમાં લાગેલા સીસીટીવીના ફૂટેજથી તે વાતને સમર્થન મળ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશાલ જંગોત્રાનો કેસ
જમ્મુના કઠુઆમાં 8 વર્ષની બાળકીના રેપ અને હત્યાના મામલે ઝી ન્યૂઝે એક વીડિયો બતાવ્યો હતો જેનાથી મોટો ખુલાસો થયો હતો. આ વીડિયોમાં જેને આરોપી ગણાવાયો હતો તે વિશાલ જંગોત્રા વારદાત સમયે કઠુઆથી લગભગ 570 કિમી દૂર મુઝફ્ફરનગરના મીરાપુરમાં એક ATMમાંથી પૈસા કાઢી રહ્યાં હતાં. જ્યારે ચાર્જશીટ મુજબ વિશાલ તો કઠુઆમાં હોવો જોઈતો હતો. 


પોલીસની ચાર્જશીટ
ચાર્જશીટ મુજબ ગત વર્ષ 10 જાન્યુઆરીના રોજ સગીર આરોપીએ 8 વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને તેને બંધક બનાવીને તેના ઉપર રેપ કર્યો. ત્યારબાદ 11 જાન્યુઆરીએ સગીર આરોપીએ વિશાલ જંગોત્રાને ફોન કર્યો અને તેને બાળકીના અપહરણ અંગે જણાવ્યું. વિશાલ જંગોત્રા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક કોલેજમાંથી BSc Agriculture નો અભ્યાસ કરી રહ્યો હતો અને ત્યાં જ રહેતો હતો. ચાર્જશીટમાં લખ્યું છે કે આ દરમિયાન સગીર આરોપીએ વિશાલને ઓફર આપી કે તે પણ જો ઈચ્છે તો આ બાળકીનો રેપ કરી શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...