નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં કઠુવામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો મુદ્દો શાંત જ નથી પડી રહ્યો. ગેંગરેપનાં આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે અને આગળી કાર્યવાહી ચાલી રહી છે. જો કે નેતાઓ આ મુદ્દે નિવેદનબાજી કરીને ફરીથી વિવાદ ચગાવ્યા કરે છે. પહેલા આરોપીનાં સમર્થનમાં ઉતરેલા ભાજપનાં ધારાસભ્યોનો મુદ્દો હજી શાંત પણ નહોતો થયો ત્યાં નવ નિયુક્ત નાયબ મુખ્યપ્રધાન કવિંદ્ર ગુપ્તાએ આને નાનકડો મુદ્દો ગણાવીને ફરીથી વિવાદ પેદા કરી દીધો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કવિન્દ્ર ગુપ્તાનાં આ નિવેદનની ચારે તરફ ટીકા થઇ રહી છે. જો કે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની વાતને ખોટી રીતે રજુ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,આજે જમ્મુ કાશ્મીરની મહેબુબા સરકારમાં મોટું પરિવર્તન કરવામાં આવ્યું હતું. સરકારમાં નિર્મલ સિંહનાં બદલે સ્પીકર કવિંદ્ર ગુપ્તાને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા. જો કે શપથ ગ્રહણ કર્યાની મિનિટોમાં તેમણે કઠુવા મુદ્દે વિવાદિત નિવેદન આપી દીધું હતું. 



કવિંદ્ર ગુપ્તાએ આ વાતને નાનકડી ગણાવી હતી. આવી ઘટના ફરી ન થાય તે અંગે વિચાર કરવો પડશે.તેમણે કહ્યું કે આ મુદ્દાને આપણે આટલો બધો ભાગ આપીશું તો તે યોગ્ય નહી ગણાય. જો કે તેમણે ત્યાર બાદ કહ્યું કે, તેમની વાતને ખોટી રીતે રજુ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ મુદ્દાને એટલુંમહત્વ ન આપવું જોઇએ તેનો અર્થ થાય છે કે હાલ આ મુદ્દો વિચારાધીન છે.