VIDEO: નિર્દયી માતાએ બાળકીને વાળ ખેંચી જમીન પર પટકી લાત-ઘૂસા માર્યા, તપાસમાં કારણ અંગે મોટો ખુલાસો
વીડિયોમાં માસૂમ ઢીંગલીને ખુબ જ નિર્દયતાથી પીટાઈ કરવામાં આવી રહી છે. દુ:ખની વાત એ છે કે આ રીતે મારનારી મહિલા બાળકીની પોતાની જ જનેતા છે અને વીડિયો બનાવનાર તેનો જ પિતા હતો.
રવિન્દ્રકુમાર શ્રીવાસ્તવ, કઠુઆ: અનેકવાર કેમેરામાં એવી તસવીરો કેદ થાય છે કે જે આપણને હચમચાવી નાખે. આવો જ એક વીડિયો(Video) જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના કઠુઆ(Kathua)થી સામે આવ્યો છે. જે ગણતરીની પળોમાં ઈન્ટરનેટ(Internet) પર વાઈરલ(Viral Video) થઈ ગયો છે. જેણે આ વીડિયો જોયો તેનું લોહી ઉકળી ગયું અને માતાને આકરી સજા આપવાની વાત કરી. એક માસૂમ બાળકીને કોઈ માતા આ હદે મારી શકે. વીડિયોમાં માસૂમ ઢીંગલીને ખુબ જ નિર્દયતાથી પીટાઈ કરવામાં આવી રહી છે. દુ:ખની વાત એ છે કે આ રીતે મારનારી મહિલા બાળકીની પોતાની જ જનેતા છે અને વીડિયો બનાવનાર તેનો જ પિતા હતો.
જુઓ VIDEO
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube