જમ્મુ કાશ્મીર : જમ્મુ કાશ્મીરમાં મોટું રાજનીતિક પરિવર્તન આવ્યું છે. રાજ્યનાં ઉપમુખ્યમંત્રી નિર્મલ સિંહે રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ કવિંદર ગુપ્તા નવા ઉપમુખ્યમંત્રી જાહેર કરાયા છે. તેઓ આજે બપોરે 12 કલાકની આસપાસ પદના શપથ લેશે. નિર્મલ સિંહનું રાજીનામું કેબિનેટમાં ફેરબદલ પહેલા આવ્યું છે. સોમવારે જ કેબિનેટમાં મોટું પરિવર્તન થશે. રાજ્યમાં પીડીપી અને ભાજપનાં ગઠબંધનની સરકાર ચાલી રહી છે. મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીનાં મંત્રિમંડળમાં નવા મંત્રીઓને રાજ્યપાલ દ્વારા બપોરે રાજભવનનાં બદલે કન્વેંશન સેન્ટરમાં શપથ ગ્રહણ કરાવવામાં આવશે. મંત્રી પદ માટે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સત શર્મા, સુખનંદન ચૌધરી, શક્તિ પરિહાર, રાજેશ જસરોતા અને રવિંદર રૈનાનાં નામની ચર્ચા ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કવિંદર ગુપ્તાએ ઉપ મુખ્યમંત્રી તરીકે તેમની જાહેરાત થયા બાદ કહ્યું છે કે ''તેમની પ્રાથમિકતા કઠુઆ કાંડની પીડિત બાળકી તેમજ તેમના પરિવારને ન્યાય અપાવવાની છે. પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે એને હું જાળવી રાખીશ. અમે આખા જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ વિસ્તારને સાથે લઈને ચાલીશું અને બધાના વિકાસ માટે પ્રયાસ કરીશું. જ્યાં સુધી કઠુઆ કાંડ મામલામાં સીબીઆઈ તપાસની વાત છે ત્યાં સુધી કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે. આ મામલામાં પીડિત પરિવારને ન્યાય મળવો બહુ જરૂરી છે.''


સાડાત્રણ વર્ષના બાળકને સ્કૂલમાં અપાયા ગરમ ચમચીના ડામ, સુરતની શોકિંગ ઘટના


કવિંદર ગુપ્તા હાલમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાના સ્પીકર છે. અગાઉ રાજ્યમાં કઠુઆ કાડં પછી ભાજપ અને પીડીપીના ગઠબંધન પર સવાલો કરવામાં આવી રહ્યા હતા. પરંતુ તે તમામ મામલે ભાજપના દિલ્હી હાઈકમાન્ડે વિરામ લગાવી દેતાં કહ્યું હતું કે, તેના પર રાજ્ય સરકાર સાથે મળીને જ કાયદો અને વ્યવસ્થા ઠાર પાડવામાં આવશે.