શ્રીનગર:  જમ્મુ કાશ્મીરમાં મોટુ રાજનીતિક પરિવર્તન આવ્યું છે. રાજ્યનાં ઉપમુખ્યમંત્રી નિર્મલ સિંહે રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ કવિંદર ગુપ્તા નવા ઉપમુખ્યમંત્રી હશે. નિર્મલ સિંહનુ રાજીનામું કેબિનેટમાં ફેરબદલ પહેલા આવ્યું છે. સોમવારે જ કેબિનેટમાં મોટું પરિવર્તન થશે. રાજ્યમાં પીડીપી અને ભાજપનાં ગઠબંધનની સરકાર ચાલી રહી છે. મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીનાં મંત્રિમંડળમાં નવા મંત્રીઓને રાજ્યપાલ દ્વારા બપોરે રાજભવનનાં બદલે કન્વેંશન સેન્ટરમાં શપથ ગ્રહણ કરાવવામાં આવશે. મંત્રી પદ માટે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સત શર્મા, સુખનંદન ચૌધરી, શક્તિ પરિહાર, રાજેશ જસરોતા અને રવિંદર રૈનાનાં નામની ચર્ચા ચાલી રહી છે.