મુંબઈઃ તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (કેસીઆર) એ રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મુલાકાત કરી છે. જાણવા મળી રહ્યું છે કે 2024 લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ વિરુદ્ધ એક મજબૂત ફ્રંટ ઉભો કરવા માટે આ મુલાકાત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની જેમ ચંદ્રશેખર રાવ પણ કોંગ્રેસ વગર ત્રીજા મોર્ચાની વકાલત કરી રહ્યા છે. ત્રણેય નેતાઓની આ મુલાકાત પર હવે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે શું કોઈપણ વિપક્ષી ગઠબંધન કોંગ્રેસ વગર સંભવ છે. તો ભાજપનું કહેવું છે કે જો શિવસેના અને અન્ય પાર્ટીઓ કોઈ થર્ડ ફ્રંટ બનાવે છે, તો પણ તેના પર કોઈ અસર પડશે નહીં. 


યુક્રેનમાં સ્થિતિ ખરાબ, ભારતે પોતાના રાજદ્વારીઓના પરિવારોને દેશ છોડવાનો આપ્યો નિર્દેશ


મુલાકાત બાદ શું બોલ્યા કેસીઆર
કેસીઆરે કહ્યુ, શરદ પવારે તેલંગણા રાજ્ય બનાવવાના સમયે સમર્થન આપ્યું હતું. અમે તેમનો આભાર માનીએ છીએ. આ દેશ સારી રીતે ચાલી રહ્યો નથી. વિકાસ થઈ રહ્યો નથી. આઝાદીના 75 વર્ષ બાદ જે પ્રકારની સ્થિતિ હોવી જોઈએ તે નથી. નવા એજન્ડા અને આશાની સાથે દેશને આગળ લઈ જવાનો સમય આવી ગયો છે. જલદીથી જલદી અમે દેશના અન્ય પક્ષો સાથે વાત કરીશું અને બધા ભેગા થશું. આજે નક્કી થયું કે બધા લોકો સાથે વાત કરવાનો માર્ગ અમે કાઢીશું અને ત્યારબાદ જનતાની સામે એક એજન્ડા રજૂ કરીશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube