TRSની રેલીમાં ચંદ્રશેખર રાવની ગર્જના, કહ્યું દિલ્હી સરકાર સામે નહિ ઝૂકીએ
તેલંગાણા રાષ્ટ્ર સમિતિ તરફથી એક રેલીમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી કે.સી. આરે કહ્યું કે, જો તે તેમના ચૂંટણીમાં આપેલા વાયદાઓ પૂરા ન કરી શક્યા તો આગમી ચૂંટણી નહિ લડે.
હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું કે, તમિલનાડુમાં લોકોની સરકાર ચાલી રહી છે, અને તલંગાણાના લોકો તેમની મરજીથી સત્તા ચલાવી રહ્યા છે. એવી જ રીતે અમે પણ સત્તા પર છીએ અને કોઇ પણ હિસાબે દિલ્હી સરકાર સામે અમે આત્મસમર્પણ નહિ કરીએ. કે.સી.આરે આ વાત રેગારેડ્ડી જિલ્લામાં આયોજીત પાર્ટીની એક રેલીમાં કહી હતી.
તેમણે કહ્યું, જો હું આગમી ચૂંટણીમાં લોકોના ઘર સુધી પાણી ન આપી શક્યો તો હું ચૂંટણી નહિ લડું. દેશના અન્ય કોઇ પણ મુખ્યમંત્રીમાં આવી જાહેરાત કરવામી તાકાત પણ નથી.
તેમણે કહ્યું કે સમાચારોમાં ચર્ચા છે, કે આ રાજ્યની સરકાર પડી જવાની છે. તેમણે કહ્યું કે ટીઆરએસના સભ્યોએ તેમને તેલંગાણાના ભવિષ્ય બનાવવાની જવાબદારી આપી છે. અને જ્યારે પણ હું સરકાર માટે કોઇ પણ પ્રકારનો નિર્ણય કરીશ ત્યારે તેને તમામ લોકોની કહ્યા બાદ જ લઇશ.
ત્યારે આ બાજુ તેલંગાણાના મંત્રીમંડળની એ વાતની અટકળો વચ્ચે રવિવારે બેઠક યોજાઇ કે ટીઆરએસ રાજ્યના વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારને પાડી શકે છે. પરંતુ આ વાત માટે કોઇ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે ન્યાયબ મુખ્યમંત્રી કદિયામ શ્રી હરિ અને પત્રકારો વચ્ચે આ વિધાનભાની ચૂંટણી પહેલા સરકાર પડવાની વાત થઇ ત્યારે તેમણે કહ્યું કે વહેલી તકે રાજ્યના તમામ મંત્રીઓની બેઠક થશે જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે.
નાણાંમંત્રી અટેલા રાજેન્દ્ર અને સિચાઇમંત્રી ટી. હરિશ રાવએ કહ્યું કે મંત્રી મંડળના બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવએ કરી હતી. તેમણે આશાવર્કરના વેતનમાં વધારો કરવાની સાથે થોડા કલ્યાણકારી ફાયદો થાય તેવા નિર્ણયો કર્યા હતા. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી સાથે યોજાવાની છે. પરંતુ આ પ્રકારની અટકળો વચ્ચે ટીઆર એસ સરકાર સમય પહેલા ચૂંટણી યોજી શકે છે. જ્યારે રાજ્યમંત્રી રાવના પુત્ર ટી.રામારાવએ શુક્રવારે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી સમય પહેલા યોજાવાની પાર્ટીમાં ચર્ચાઓ ફેલાઇ રહી છે. પરંતુ આ વિશે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મંત્રી મંડળની ખાનગી બેઠક અતી મહત્વપૂર્ણ હતી. પરંતુ, મંત્રીઓ દ્વારા સંકેત આપવામાં આવ્યા કે આ મુદ્દો આજ એજન્ડામાં નથી. તેમણે મંત્રી મંડળે 71 કરોડ રૂપિયાના ખર્ચે 75 એકર જમીનમાં પછાત વર્ગના લોકો માટે આત્મ ગૌરવ ભવન બનાવવાનો નિર્ણય કર્યો છે. આશા વર્કરોના વેતનને 6000 રૂપિયાથી વધારી મહિને 7500 કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
એવી જ રીતે ‘ગોપાલ મિત્ર’ કર્મીઓના વેતનને 3500થી વધારી મહિને 8500 રૂપિયા કરી દેવામાં આવશે. મંત્રીઓએ જણાવ્યું કે મંદિરોના પુરોહિતોની નિવૃતીના વર્ષ વધારીને 65 કરી દેવામાં આવ્યા છે. સમય પહેલા ચૂંટણી કરવાની અટકળોને ત્યારે વધારે વેગ મળ્યો જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં આઇએએસ અધિકારીઓ સહિતના અનેકની બદલી કરી દેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વિધાનસભાની ચૂંટણી સમય પહેલા કરવાનો સીધો જવાબ ન આપ્યો પરંતુ કહ્યું કે ઇલેક્શન કમીશનના નિર્ધારીત સમયના છ મહિના પહેલા કરવાનો અધિકાર છે. તેમણે એ પણ કહ્યું કે, વિધાનસભાની 119 સીટોમાંથી ટીઆપએસ 100 સીટો જીતી શકે છે.
(ઇનપુટ-એજન્સી)