Kedarnath Cloudburst: ઉત્તરાખંડમાં ફરી એક વખત કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. કેદારનાથમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી હોવાની આશંકા સેવાઈ રહી છે. બુધવારે રાત્રે કેદારનાથમાં વાદળ ફાટ્યું હતું જેના કારણે સોનપ્રયાગમાં મંદાકિની નદીનું જળસ્તર અચાનક જ વધી ગયું. લીચોલીમાં વાદળ ફાટવાની ખબર મળતા જ તંત્ર એલર્ટ મોડમાં કામે લાગી ગયું છે. હાલ કેદારનાથ ધામમાં 200 જેટલા યાત્રીઓ ફસાયા હોવાની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Asim Riaz: બીજા સ્પર્ધકોએ ઉશ્કેર્યો હતો આસિમને... આસિમના સપોર્ટમાં બોલી શિલ્પા શિંદે


કેદારનાથ માર્ગ પર મોટી દુર્ઘટના 


જાણવા મળતી માહિતી અનુસાર વાદળ ફાટનાની ઘટનાના કારણે કેદારનાથ જવાનો રસ્તો બાધિત થયો છે. વાદળ ફાટવાના કારણે લેન્ડસ્લાઇડ પણ થયું છે. ઉપરથી પથ્થરો નીચે ધસી આવતા ચાલીને જવાનો માર્ગ ક્ષતિગ્રસ્ત થયો છે. જેના કારણે આ રસ્તા પર પગપાળા યાત્રીઓને જતા રોકી દેવામાં આવ્યા છે. વાદળ ફાટવાની ઘટનાના કારણે ભીમ બલીમાં 200 જેટલા તીર્થયાત્રીઓ ફસાયેલા છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી. 


આ પણ વાંચો: 18 વર્ષ પછી એક રાશિમાં આવશે સૂર્ય અને કેતુ, આ યુતિથી 4 રાશિના લોકોને લાગશે લોટરી


હરિદ્વાર પણ જળમગ્ન 


કુદરતનો કહેર ફક્ત કેદારનાથમાં જ નહીં પરંતુ હરિદ્વારમાં પણ જોવા મળ્યો હતો. બુધવારે સાંજે ભારે વરસાદના કારણે હરિદ્વાર જળમગ્ન થઈ ગયું હતું. નદીઓમાં પૂર આવતા કાવડીયોના વાહન પણ તણાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં રસ્તા પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદના કારણે હરિદ્વાર, નયા હરિદ્વાર, કનખલ, જ્વાલાપુર સહિતની જગ્યાઓની હાલત ખરાબ છે. 


આ પણ વાંચો: રાશિફળ 1 ઓગસ્ટ: મેષ સહિત 5 રાશિ માટે દિવસ અનુકૂળ, મિથુન રાશિને કરવી પડશે ભાગદોડ


ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ 


હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ઉત્તરાખંડના 7 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનું રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે દહેરાદુન, પૌડી, નૈનીતાલ, હરિદ્વાર, ચંપાવત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.